Sunday, 08/09/2024
Dark Mode

સીંગવડમાં બિહારવાળી…. પંચાયતના કામોમાં થયેલ ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ કરનાર બે વ્યક્તિઓ પર હુમલો:પોલિસે સરપંચ સહીત 9 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરતા ખળભળાટ

સીંગવડમાં બિહારવાળી…. પંચાયતના કામોમાં થયેલ ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ કરનાર બે વ્યક્તિઓ પર હુમલો:પોલિસે સરપંચ સહીત 9 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરતા ખળભળાટ

   જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ, તા.૯

સીંગવડ તાલુકાના રણધીકપુર ગામે ગ્રામ પંચાયતના કામની તંત્ર સમક્ષ રજુઆત કરવા બદલ સરપંચ સહિત આઠ વ્યક્તિઓએ ગામમાં જ રહેતા બે વ્યક્તિઓને ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપી ભારે ધિંગાણુ મચાવતા સરપંચ સહિત ટોળા વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.

સીંગવડ તાલુકાના રણધીકપુર ગામે ઘાટ ફળીયામાં રહેતા મોહનભાઈ હીમસીંગભાઈ કિશોરી, લક્ષ્મણભાઈ દલાભાઈ બારીયા તથા ગામના બીજા માણસો ગત તા.૮મીના રોજ ગામના સરપંચ રતનભાઈ રૂપાભાઈ કિશોરીને ત્યાં સરપંચે પંચાયતના કામો માટે બોલાવ્યા તો ગયા હતા. તમને પંચાયતના કામોની ખબર ના પડે અને કેમ ખોટી રજુઆત કરો છો ? તેમ કહી મોહનભાઈ, લક્ષ્મણભાઈ તથા તેમની સાથેના બીજા માણસોને બેફામ ગાળો બોલી સરપંચ રતનભાઈ રૂપાભાઈ કિશોરી, રૂપાભાઈ મનજીભાઈ કિશોરી, છત્રસીંહ રૂપાભાઈ કિશોરી, મુકેશભાઈ રૂપાભાઈ કિશોરી, શૈલેષભાઈ રૂપાભાઈ કિશોરી, સુરેશભાઈ રૂપાભાઈ કિશોરી, વિશાલભાઈ રતનભાઈ કિશોરી તથા ગીરીશભાઈ છત્રસિંહ કિશોરીનાઓ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી, પકડી લો, સાલાઓને, મારી નાખો જેવી ધાકધમકીઓ આપી મોહનભાઈ અને મુકેશભાઈને ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણુ મચાવ્યુ હતુ.
આ સંબંધે ઈજાગ્રસ્ત મોહનભાઈ હીમસીંગભાઈ કિશોરીએ રણધીકપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!