સીંગવડ તાલુકાના કબુતરી નદીના તટ પર ભારત માતાના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું
સીંગવડ તા.06
સિંગવડ તાલુકાના રત્નેશ્વર મહાદેવ મંદિર તથા મા ભમરેચીના આશીર્વાદથી કબુતર નદીના કિનારે ગુજરાત રાજ્ય બોર્ડ થકી સિંગવડ તાલુકામાં પ્રથમ ભારતમાતા મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય વિચારધારા સાથે કામ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના તાલુકાની ટીમ વગેરે દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યો હતો.તથા દેશ પ્રથમ ના નારા સાથે કામ કરતાં અખંડ ભારત યુવા સંઘના કાર્યકર્તાઓ દ્વારા ભારતમાતા મંદિર ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો દ્વારા દેશ પ્રેમ ને દેશ માટે કામ કરનારા પ્રત્યેક દેશ પ્રેમી માટે સિંગવડ તાલુકા માં બનનાર ભારતમાતા મંદિર એક નવો જોશ અને ઉમંગ પ્રદાન કરનાર રહેશે તથા સાથે રાષ્ટ્ર ભાવના પણ વધશે તેવું ભારત સંઘના કાર્યકર્તાઓ દ્વારા જાણવા મળ્યું હતું.