Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં આજે વધુ 13 નવા દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો કુલ આંક 1159 પહોંચ્યો:158 દર્દીઓ સારવાર હેઠળ

દાહોદ જિલ્લામાં આજે વધુ 13 નવા દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો કુલ આંક 1159 પહોંચ્યો:158 દર્દીઓ સારવાર હેઠળ

જીગ્નેશ બારીયા, દાહોદ 

દાહોદ તા.31

દાહોદ જિલ્લામાં આજે વધુ કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થવા પામ્યો હતો.દાહોદ જિલ્લામાં rtpcr તેમજ રેપિડના નવા 13 દર્દીઓના ઉમેરા સાથે કોરોનાનો કુલ આંક 1159 પર પહોંચવા પામ્યો છે.જ્યારે આજરોજ વધુ 21 દર્દીઓ કોરોના મુક્ત થતાં ફુલ 158 દર્દીઓ અત્રેની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જોકે જિલ્લામાં કુલ 454 સેમ્પલોની રિપોર્ટ પેન્ડિંગ હોવાથી તેની પણ રાહ જોવાઈ રહી છે.

 વધુ મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા rtpcr 266 તેમજ રેપિડના 2201 મળી કુલ 2467 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા.તે પૈકી 2454 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે (૧) ભારતકુમાર રમણલાલ ડામોર (ઉવ.૪૭ રહે. ઠેરકા ઝાલોદ),(ર) જનાધન રામુલુભાઈ સુરમાભાઈ (ઉવ.૪૦ રહે. મંદીર ફળીયુ કોટા સંજેલી),(૩) રાવળ ઉષાબેન પુનમચંદ (ઉવ.૪૯ રહે. ગ્રામીણ બેંક નજીક ઝાલોદ),(૪) દરજી કવીતાબેન પ્રવીણભાઈ (ઉવ.૩૭ રહે. નીચવાસ ફળીયા જેસાવાડા ગરબાડા),(પ) ગણાવા મીથુન અરવીંદ (ઉવ.ર૦ રહે. ઝરી ફળીયુ ગાંગરડી ગરબાડા), જ્યારે રેપિડ ટેસ્ટમાં (૧) સિકલીગર અશોક વાડીલાલ (ઉવ.૬પ રહે. દે.બારીયા રોડ પીપલોદ),(ર) કડકીયા નરેશ ડાહ્યા (ઉવ.૬૭ રહે. ગોકુલ સોસાયટી દાહોદ),(૩) પરમાર પુષ્પાબેન ચંદ્રકાંત (ઉવ.પપ રહે. અમરદીપ સોસાયટી દાહોદ),(૪) રાઠોડ મનુરાબેન મનોજભાઈ (ઉવ.૩૮ રહે. અમરદીપ સોસાયટી દાહોદ),(પ) રાઠોડ રેખાબેન કેતાનભાઈ (ઉવ.૩પ રહે. અમરદીપ સોસાયટી દાહોદ),(૬) પવાર ઉમેશ નંદકિશોર (ઉવ.૩૭ રહે. જલારામપાર્ક સોસા. ગોધરા રોડ દાહોદ),(૭) લબાના પ્રવીણ દીપસીંહ (ઉવ.પ૦ રહે. કઠલા ગામતળ દાહોદ),(૮) ગેહલોત ભુપેન્દ્રસીંહ નિર્ભયસીંહ (ઉવ.૪૦ રહે. ગોદી રોડ દાહોદ).મળી કુલ 13 નવા દર્દીઓનો સમાવેશ થવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 4,46,413 સેમ્પલોની ચકાસણી કરાતા તેમાંથી 4,45,069 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે 1159 કોરોના સંક્રમિત દર્દીઓમાં 942 લોકો સાજા થવા પામ્યા છે.તેમજ 59 જેટલાં લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના કાળમાં ગઈકાલે 2454 સેમ્પલો કલેક્ટ કરાતાં ટેસ્ટિંગમાં નવો રેકોર્ડ નોંધાયો છે. આરોગ્ય વિભાગ હાલ કોરોના સંક્રમણ ને વધુ વકરતો નાથવા માટે કોરોના શંકર આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે લોકોના વધુ ને વધુ ટેસ્ટિંગ હાથ ધરી તેમજ કન્ટેન્મેન્ટ ઝોન માં વધુ ને વધુ કામગીરી કરવામાં જોતરાઇ ગઇ છે.

error: Content is protected !!