Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરામાં  કોરોના જાગૃતિ બાબતની કામગીરી કરતી આરોગ્ય ટીમને કડવો અનુભવ,ફતેપુરા અને બલૈયા માં ગ્રામજનો દ્વારા અપશબ્દો બોલી દુર્વ્યવહાર કરાયો

ફતેપુરામાં  કોરોના જાગૃતિ બાબતની કામગીરી કરતી આરોગ્ય ટીમને કડવો અનુભવ,ફતેપુરા અને બલૈયા માં ગ્રામજનો દ્વારા અપશબ્દો બોલી દુર્વ્યવહાર કરાયો

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરામાં  કોરોના જાગૃતિ બાબતની કામગીરી કરતી આરોગ્ય ટીમ ને કડવો અનુભવ,ફતેપુરા અને બલૈયા માં ગ્રામજનો સહયોગ આપતા નથી: આરોગ્ય અધિકારી,કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં જાહેરનામાનો સરેઆમ થતો ભંગ.

 સુખસર તા.29

ફતેપુરા નગર અને બલૈયા ગામમાં કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારમાં કોરોના જાગૃતિ માટે કામ કરવા જતી આરોગ્ય વિભાગ તેમને કડવો અનુભવ થયો હતો સ્થાનિક લોકો દ્વારા અપશબ્દો બોલી કાઢી મુકવામાં આવતા હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં કલેકટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો હોવાનું જોવા મળ્યું હતું.

ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસોમાં  ઉતરોતર વધારો નોંધાઈ રહ્યો છે.સંક્રમણનો પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પોઝિટિવ દર્દીઓ જ્યાં હોય તે કંટેઇન્મેન્ટ  ઝોન બાબતે આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ પંચાયતમાં લેખિત જાણ કરવા છતાં પણ તકેદારી રાખવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું હતું.આ બાબતે આરોગ્ય વિભાગની ટીમને સ્થાનિકો દ્વારા અપશબ્દો બોલીને કાઢી મુકવામાં આવતા હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું.પૂરતો સહયોગ પણ આપવામાં આવતો ન હોવાનું  આરોગ્યની ટીમે જણાવ્યું હતું બલૈયા ગામમાં પણ પોઝિટિવ દર્દી ના વિસ્તારમાં સ્થાનિકો દ્વારા સહયોગ આપવામાં આવતો ન હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું.

   કોરોના પોઝિટિવ વિસ્તારમાં જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાનો જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીના કારણે પોઝિટિવ કેસ હોય તે વિસ્તારમાં રસ્તો બંધ કરવામાં આવતો નથી જેના કારણે સંક્રમણ વધવાની શક્યતા વધી રહી છે.

કંટેઇન્મેન્ટ ઝોનમાં કામગીરી કરવા જતા કર્મચારીઓ જોડે સ્થાનિકોના દુર્વ્યવહાર :- ડો કે આર હાડા (તાલુકા આરોગ્ય અધિકારી ફતેપુરા)

ફતેપુરા અને બલૈયા માં કોરોના સંક્રમણ થી કેસોમાં વધારો થઈ રહ્યો છે.અમારી ટીમ દ્વારા કામગીરી કરવા જાય છે પરંતુ સ્થાનિકો દ્વારા અપશબ્દો બોલીને કાઢી મૂકવામાં આવે છે કન્ટેન્મેન્ટ ઝોન માટે અમો દ્વારા ગ્રામ પંચાયતમાં લેખિત જાણ કરાય છે. પરંતુ તેઓ દ્વારા પણ સહયોગ આપવામાં આવતો નથી. આ બાબતે અમોએ જિલ્લામાં પણ જાણ કરી છે.

error: Content is protected !!