Friday, 04/04/2025
Dark Mode

દાહોદમાં વધુ 12 કોરોનાનો કેસોમાં ઉમેરો:જિલ્લામાં કોરોનાનો આંક 887 પર પહોંચ્યો

દાહોદમાં વધુ 12 કોરોનાનો કેસોમાં ઉમેરો:જિલ્લામાં કોરોનાનો આંક 887 પર પહોંચ્યો

   નીલ ડોડીયાર @ દાહોદ

દાહોદ, તા.૧૭

દાહોદ જિલ્લામાં આજે rtpcr તેમજ રેપિડ ટેસ્ટ મળી ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થવા પામ્યો છે. દાહોદમાં આજે નવા નોંધાયેલા કોરોનાના કેસો મળી ૮૭૭ ને પાર થવા પામ્યો છે જ્યારે એક્ટીવ કેસો ૨૨૨ તેમજ કોરોના કારણે અત્યાર સુધી ૫૨ લોકો મૃત્યુ પામ્યા છે.જોકે હાલ 515 લોકોના રિપોર્ટ હાલ પેન્ડિંગ હોવાથી તેની હાલ રાહ જોવાઈ રહી છે.

આજે કોરોના રેપીટ ટેસ્ટ મળી કુલ ૧૨ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે જેમાં (૧) નરસુભાઈ ભીમાભાઈ ડામોર (ઉવ.૬ર રહે. સોનીવાડ દાહોદ),(ર) સાતરાબેન મદનલાલ બારવાસી (ઉવ.પ૦ રહે. ગોધરા રોડ દાહોદ),(૩) દીપીકાબેન રિતેષભાઈ સોની (ઉવ.૩પ રહે. ગરબાડા મેન બજાર દાહોદ),(૪) લખારા નિખીલ અશોકભાઈ (ઉવ.ર૭ રહે. નગરપાલિકા રોડ નજીક),(પ) નથવાણી રૂચીરામ છેલારામ (ઉવ.પ૦ રહે. નગીનલાલની ચાલી),(૬) નથવાણી અમીત રૂચિરામ (ઉવ.રપ રહે.  નગીનલાલની ચાલી),(૭) મણીશંકર કેશવલાલ પંચાલ (ઉવ.૬પ રહે. આંબલી ગરબાડા),(૮) જુલફીકાર સેૈફુદ્દીનભાઈ ડુંગરાવાલા (ઉવ.૬૦ રહે. ગોધરા રોડ દાહોદ).
(૯)વ્યાસ અક્ષયભાઈ પ્રકાશભાઈ (ઉવ.રપ રહે. ગોધરા રોડ, એસબીઆઈ બેંક દાહોદ),(૧૦) ચોૈહાણ કિરણબેન અશોકભાઈ (ઉવ.૧૮ રહે. ગામતળ કદવાલ ઝાલોદ),(૧૧) રાજેન્દ્ર હસમુખલાલ મોદી (ઉવ.૬૭ રહે. ઈન્દોર રોડ, નેતાંગી નગર દાહોદ),(૧૨) લીલાબેન રજનીકાંત ચાજેદ (ઉવ.૬પ રહે. ઉમેશ સોસાયટી બસ સ્ટેશન નજીક, લીમડી ઝાલોદ), ઉપરોક્ત ૧૨ વ્યક્તિઓનો સંપર્કમાં આવતા લોકોનું પણ આરોગ્ય તંત્ર દ્વારા ટ્રેસીંગ હાથ ધરવાની કામગીરી સાથે સાથે તેઓના રહેણાંક વિસ્તારોમાં સેનેટરાઈઝીંગ સહિતની કામગીરીમાં જાેતરાઈ ગયા છે.

error: Content is protected !!