Thursday, 21/11/2024
Dark Mode

પ્રજાના રક્ષકને જ રક્ષણની જરૂર… ફતેપુરાના મહિલા પી.એસ.આઈ પાસે દહેજની માંગણી કરી સાસરિયાઓએ કરી મારઝૂડ:અઢી વર્ષથી પતિ અને સાસરિયાનો ત્રાસ સહન કરતી મહિલા પી.એસ.આઈએ નોંધાવી ફરિયાદ

પ્રજાના રક્ષકને જ રક્ષણની જરૂર… ફતેપુરાના મહિલા પી.એસ.આઈ પાસે દહેજની માંગણી કરી સાસરિયાઓએ કરી મારઝૂડ:અઢી વર્ષથી પતિ  અને સાસરિયાનો ત્રાસ સહન કરતી મહિલા પી.એસ.આઈએ નોંધાવી ફરિયાદ

હિતેશ કલાલ @ સુખસર 

મહિલા પીએસઆઇ સાથે દહેજની માગણી કરી મારઝૂડ થતી હોવાની ફરિયાદ નોંધાઈ,ફતેપુરાના લીમડીયા ગામની વતની અને સંતરામપુર.ભંડારા ખાતે લગ્ન થયું હતું.છેલ્લા અઢી વર્ષથી ત્રાસ અપાતો હોવાની પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાઇ. સાસરિયાઓથી ત્રસ્ત નિસહાય મહિલાઓને ન્યાય અપાવનારી મહિલા પોલિસ અધિકારી સાસરિયાઓના ત્રાસનો ભોગ બની

દાહોદ તા.03

ફતેપુરા તાલુકાના લીમડીયા ગામ ની મહિલાનું ત્રણ વર્ષ અગાઉ સંતરામપુર.ભંડારા ખાતે લગ્ન થયું હતું હાલ તેઓ ફતેપુરા ખાતે રહે છે મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે છેલ્લા અઢી વર્ષથી પતિ સહિતના સાસરીયાઓ દ્વારા દહેજ ની માગણી કરી મારઝૂડ થતી હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથક દાહોદમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ફતેપુરા તાલુકાના લીંમડીયા ગામ ની શકુંતલાબેન નુ લગ્ન ત્રણ વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ સંતરામપુર.ભંડારા ખાતે થયું હતું હાલ તેઓ ફતેપુરા ખાતે રહે છે શકુંતલાબેન પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે લગ્નના સમય દરમિયાન એક જ મહિના બાદ પતિ સહિત સાસરિયાં દ્વારા દહેજ માટે રૂપિયાની માગણી કરી મારઝૂડ કરવામાં આવતી હોવાની ફરિયાદ અઢી વર્ષ બાદ મહિલા પોલીસ મથક દાહોદ ખાતે નોંધાઇ હતી જેમાં મહિલાએ પતિ રવિન્દ્રકુમાર અર્જુનભાઈ ડામોર સહિત સાસુ સસરા થઈ પાંચ સામે ફરિયાદ નોંધાઇ હતી.

મહિલા પીએસઆઇએ નોંધાવેલ ફરિયાદમાં આરોપીઓના નામ 

(1)રવિન્દ્રકુમાર અર્જુનસિંહ(2) અર્જુનસિંહ લીંબાભાઇ (3)સુરતી બેન અર્જુનસિંહ (4)વૈશાલીબેન અર્જુનસિંહ (5)વિજેશ અર્જુનસિંહ તમામ ડામોર.

error: Content is protected !!