Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરામાં ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના કૂવામાં સાફ-સફાઈનો અભાવ,પાણી કુવાની ચારેબાજુ અને કુવાના અંદર ઊગી નીકળેલ ઝાડી ઝાખરા:પીવાનું પાણી પ્રદુષણ યુક્ત થવાના થવાના એંધાણ

ફતેપુરામાં ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના કૂવામાં સાફ-સફાઈનો અભાવ,પાણી કુવાની ચારેબાજુ અને કુવાના અંદર ઊગી નીકળેલ ઝાડી ઝાખરા:પીવાનું પાણી પ્રદુષણ યુક્ત થવાના થવાના એંધાણ

શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરામાં ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના કૂવામાં સાફ-સફાઈનો અભાવ,પાણી કુવાની ચારેબાજુ અને કુવાના અંદર ઊગી નીકળેલ ઝાડી ઝાખરા,પીવાનું પાણી પ્રદુષણ યુક્ત થવાના થવાના એંધાણ રોગચાળો ફાટી નીકળવાની સંભાવના

ફતેપુરા તા.03

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં વર્ષો જૂનો વડલાવાળા કૂવાથી જાણીતા એવા પાણીના કૂવા માટે નગરજનોને પીવા માટેનું પાણી ગ્રામ પંચાયત દ્વારા પુરૂં પાડવામાં આવે છે વર્ષો જૂના પીવાના પાણીના કૂવામાંથી ગામની મહિલાઓ પીવાનું પાણી લેવા માટે આવે છે.અને આ પાણીના કૂવામાં ભાણાસીમલ યોજના હેઠળનું પીવાનું શુદ્ધ પાણી નાખવામાં આવે છે અને આ કુવાનું પાણી નગરજનોને નળ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા પૂરું પાડવામાં આવે છે. શુદ્ધ પાણીના કુવાની સાફ-સફાઈ કરવામાં ગ્રામ પંચાયતની ઉદાસીનતા જોવા મળે છે.કૂવાની અંદર તેમજ કુવાની ચારેબાજુ ઝાડી ઝાખરા ઉગી ગયેલ છે.છતાં પણ તેની સાફ-સફાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી નથી.આ ભાણાસીમલ શુદ્ધ પાણ પ્રદૂષણયુક્ત થવાનો ભય રહે છે જેથી ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના જોવા મળે છે.વડલાવાળા પાણીના કુવાથી જાણીતા આ કુવાની ગ્રામ પંચાયત દ્વારા સાફ-સફાઈ કરવામાં આવે અને કુવાની અંદર તેમજ કૂવાની ચારે બાજુ ઊગી નીકળેલ ઝાડી ઝાખરા સાફ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. નહીતો ગ્રામ જનો પદૂષણ યુક્ત પાણી પીવાથી બીમારીમાં સપડાય તો નવાઈની વાત નથી.

error: Content is protected !!