સીંગવડ:વરસાદ ખેંચાતા ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી મહિલાઓની ધાડ પાડી ભગવાનને રીઝવવાની અનોખી પરંપરા

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ @ સિંગવડ 

સિંગવડ તથા સંજેલી તાલુકામાં વરસાદ નહીં પડવાને લીધે ગામડાની આદિવાસી મહિલાઓ દ્વારા ધાડ પાડી ને ભગવાનને રીઝવવા આવે છે

સિંગવડ તથા સંજેલી તાલુકામાં વરસાદ નહીં પડતાં ગામડાની મહિલાઓ દ્વારા વરસાદ પડવા માટે તેમની કુળદેવીને રીઝવવા માટે  જૂની રીત મુજબ મહિલાઓના હાથમાં લાકડી તલવાર ધાર્યું વગેરે લઈને અને અમુક મહિલાઓ દ્વારા માણસનો વેશભૂષા પહેરીને આખા ગામની મહિલાઓ ભેગી થઈને એક ગામથી બીજા ગામ માં નદી કે તળાવ પરથી પાણી ભરીને લઈ જઈને તેમના ગામની કુળદેવીને ચઢાવવામાં આવે છે.તેના પછી વરસાદ પડે છે તેવી માન્યતા ચાલતી આવે છે કેવી રીતે સંજેલી તાલુકાના પીપળવા ગામની મહિલાઓ દ્વારા 15.7.2020 ના રોજ 30થી 40 મહિલાઓ દ્વારા તેની રીત રિવાજ મુજબ ભેગી થઈને સિંગવડ તાલુકાના રત્નેશ્વર મહાદેવ ના કબુતરી નદી પરથી પાણી ભરીને પછી પીછોડા ગામ માં ચાલતા ચાલતા જઈને તેમની કુળદેવી ચઢાવવામાં આવ્યું હતું આ રીતે આદિવાસી મહિલાઓ દ્વારા મેઘરાજાને મનાવવા માટે તેમના જુના રીવાજ મુજબ ટોટકો કરીને મનાવવામાં આવે આવે છે.

Share This Article