Friday, 22/11/2024
Dark Mode

ધાનપુર તાલુકાના ખજુરીમાં દીપડાએ એક રાતમાં ચાર લોકો પર કર્યો હુમલો:દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ દીપડાના હુમલા યથાવત રહેતા ભયની સાથે ફફડાટ ફેલાયો

ધાનપુર તાલુકાના ખજુરીમાં દીપડાએ એક રાતમાં ચાર લોકો પર કર્યો હુમલો:દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ દીપડાના હુમલા  યથાવત રહેતા ભયની સાથે ફફડાટ ફેલાયો

વિપુલ જોષી,ગરબાડા/મઝહર અલી મકરાણી @ દે.બારીયા  

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દીપડાના હુમલા સતત ત્રીજા દિવસે પણ યથાવત રહેતા લોકોમાં ફફડાટ,ખજૂરી ગામે એક જ રાતમાં દીપડા દ્વારા ચાર વ્યક્તિઓ પર હુમલો,થોડા દિવસો પહેલા દાહોદ નગરમાં સોસાયટીમાં આવી ગયેલ દીપડાને રેસ્ક્યુ કરી ધાનપુર જંગલમાં છોડવામાં આવેલ દીપડો પણ હોઈ શકે તેવી લોકચર્ચા,આ દીપડો માનવભક્ષી થઈ ગયો હોવાની લોકોમાં દહેશત,છેલ્લા ત્રણ દિવસોમાં અનેક હુમલાઓથી ધાનપુર પંથકમાં લોકોમાં ફફડાટ.

ગરબાડા/દે.બારીયા તા.12

આજરોજ વાસીયાડુંગરી રેન્જ વિસ્તારમાં આવેલ ખજૂરી ગામમાં રાત્રીના ૧૧.૦૦ કલાકે બોડીબેન સરસિંગ સંગોડિયા ઉં.૫૦ ને વન્ય પ્રાણી દીપડા દ્વારા તેંઓના ઘરમાં સુતા હતા. તે દરમિયાન અચાનક હુમલો કરી માથાના ભાગમાં બચકું ભરી ડાબી આંખ નીચે તથા કાન પાછળ બચકું ભરી દાંત બેસાડી ઇજા કરેલ છે. ત્યારે બાદ દીપડા દ્વારા રાત્રીના ૧૨.૦૦ કલાકે નજીકમાં આવેલ હરસિંગ મૂળિયાભાઈ મીનામાના ઘરે મેડા પર સૂતેલા તેઓના છોકરા રાજેશભાઇ હરસિંગ મીનામા ઉ.૧૪ ને કપાળમાં જમણી બાજુ નખ મારી ગળામાં બચકું ભરી ઇજા કરતા તેઓ જાગી જતા દીપડાને ધક્કો મારતા નજીકમાં સૂતેલા તેના ભાઈ મેતુલાભાઈ હરસિંગ મીનામાને માથાના પાછળના ભાગે બચકું ભરી જમણી નીચે નાક પર ડાબી આંખ નીચે નખ મારી ઇજા કરેલ છે. રાત્રીના ૦૧.૪૦ કલાકે વન્યપ્રાણી દીપડા દ્વારા સુડિયાભાઈ માનસિંગ મીનામા ઉ.૪૦ વર્ષને ડાબે હાથે બચકું ભરી ઇજા કરેલ છે. તેઓને તાત્કાલિક ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે સારવાર અર્થે મોકલવામાં આવેલ છે. ત્યાં વન અધિકારી શ્રી એમ.કે.પરમાર તથા નાયબ વન સંરક્ષક શ્રી આર.એમ પરમારએ હોસ્પિટલ જઇ તેઓના ખબર અંતર પૂછ્યા હતા. વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ સ્થળનું નિરાક્ષણ કરી દીપડા ને પકડવા માટે પાંજરા મુકવાનું આયોજન કરેલ છે. તથા લોક જાગૃતી  માટે અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

error: Content is protected !!