ફતેપુરા:ધાણીખૂંટના કોરોના સંક્રમિત યુવકની ટ્રાવેલ હિસ્ટ્રીના પગલે મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીને સેનેટાઈઝ કરાયું

Editor Dahod Live
1 Min Read

           વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા 

ફતેપુરામા કોરોના પોઝિટિવ આવેલા ધાણીખુટના યુવકની ટ્રાવેલ હિસ્ટ્રીના કારણે ફતેપુરા મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીને સેનેટાઈઝર કરવામાં આવ્યું

ફતેપુરા તાલુકામાં 30 જૂનના રોજ ધાણીખુટ ગામેથી એક યુવકનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.જે બે દિવસ બાદ કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વાતને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે.બે દિવસ દરમિયાન આ વ્યક્તિ કોના કોના સંપર્કમાં આવ્યો તેને લઈને લોકોમાં ગભરાટ ફેલાયો છે.ત્યારે ફતેપુરા તાલુકામાં તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં કામ અર્થે આવેલા હોવાની માહિતી મળી હતી. હાલમાં આ યુવકની દાહોદ ખસેડાયો છે. તેમજ તેના પરિવારના સભ્યોને પણ હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા છે ત્યારે મામલતદાર કચેરીમાં કયા વિભાગમાં અને કોને કોને મળ્યા તેની માહિતી પણ મેળવવામાં આવી હતી.ત્યારે મામલતદાર કચેરીમાં સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં આ ભાઈ આવ્યા હતા. જે અધિકારી પાસેથી સ્ટેમ્પ લીધો છે તેમને પણ હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીને સેનેટાઈઝર કરવામાં આવ્યા છે લોકોની અવર જવર પર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી.

Share This Article