Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં કોરોના સંક્રમિત કેસો નોંધાવવાનો સિલસિલો યથાવત:દાહોદમાં 36 વર્ષીય યુવક પોઝીટીવ આવ્યો:આજરોજ વધુ બે કોરોના મુક્ત થતાં કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંક 15 પર પહોંચ્યો

દાહોદમાં કોરોના સંક્રમિત કેસો નોંધાવવાનો સિલસિલો યથાવત:દાહોદમાં 36 વર્ષીય યુવક પોઝીટીવ આવ્યો:આજરોજ વધુ બે કોરોના મુક્ત થતાં કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંક 15 પર પહોંચ્યો

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.03

દાહોદ શહેરમાં આજરોજ વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.આરોગ્ય વિભાગે ગઈકાલે 132 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણઅર્થે મોકલ્યા હતા જે પૈકી 131 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા જ્યારે ગોદીરોડ ખાતેનો રહેવાસી 36 વર્ષીય સાબિર ભાભોર નામક યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે દાહોદમાં કોરોના સંક્રમિતના 61 કેસો નોંધાવવા પામ્યા છે.જોકે આજરોજ વધુ બે દર્દીઓ કોરોના મુક્ત થતાં કુલ 13 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જોકે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત યુવકની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાં જોતરાઈ ગયા છે.તેમજ સૅનેટાઇઝ સહીત દવાના છટકાવની કામગીરી પણ કરવામાં આવી છે.જોકે દાહોદ જિલ્લાના કોરોના સંક્રમિત બે યુવાનોને આજ રોજ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. દાહોદ શહેરના ગોદી રોડના ૩૨ વર્ષીય યુવાન શ્રી કુંદનભાઇ રતનભાઇ અને ઝાલોદ તાલુકાના ૨૧ વર્ષીય યુવાન સુખરામભાઇ બાબુભાઇ નિનામા સઘનસારવાર બાદ સાજા થઇ જતા આજ રોજ રજા આપવામાં આવી છે.અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કોવીડ-૧૯ ના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૬૧ છે. જયારે ૪૫ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. ૧ દર્દીનું વડોદરા ખાતે મૃત્યુ થયું છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા ૧૫ છે.

error: Content is protected !!