Thursday, 21/11/2024
Dark Mode

સંજેલીના હીરોળામાં લોકોને મનરેગાની મજુરીનુ મહેનતાણું તેમજ આવાસોના લાભ ન મળતા આમ આદમી પાર્ટી દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ

સંજેલીના હીરોળામાં લોકોને મનરેગાની મજુરીનુ મહેનતાણું તેમજ આવાસોના લાભ ન મળતા આમ આદમી પાર્ટી દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ

 કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી તા.29

સંજેલી તાલુકાના હીરોળા ના લોકોને મનરેગા ની મજુરી નુ મહેનતાણું તેમજ આવાસનો લાભ ન મળતા હોવાની લેખિત રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામા આવી હતી.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા  હિરોલા ગામના લોકોને હાલ મનરેગામાં તળાવ ઉંડા કરવાની કામગીરી ચાલી રહી છે. બોરપાણી -૧ ના તળાવ કામગીરી ચાલી રહી હતી.તેમાં કામ કર્યા પછી પણ ઘણા લોકોને કામનું મહેનતાણું ન મળી હોવાની તેમજ ગામના અંદર સર્વે થયેલ છે.તેમાં ઘણા ખરા લોકોને પ્રધાનમંત્રી આવાસનો લાભ મળયો નથી.તો ફરી સર્વે કરાવી અને આવાસોના લાભથી વંચિત રહેલા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે બાબતની લેખિત રજૂઆત સંજેલી તાલુકા વિકાસ અધિકારીને સંજેલી તાલુકા આમ આદમી પાર્ટીના જયેશભાઇ રામસિંહભાઇ સંગાડા તેમજ તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપ્યું હતું.

error: Content is protected !!