Thursday, 21/11/2024
Dark Mode

સંજેલીના અણીકા ખાતે આવેલ આઈ.ટી.આઇ તેમજ એફ.સી.આઇ ગોડાઉન નું ઉદ્ઘાટન કરાયું

સંજેલીના અણીકા ખાતે આવેલ આઈ.ટી.આઇ તેમજ એફ.સી.આઇ ગોડાઉન નું ઉદ્ઘાટન કરાયું

 કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી તા.27

સંજેલીના અણીકા ખાતે આવેલ આઈ.ટી.આઇ તેમજ એફ.સી.આઇ ગોડાઉન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.રાજ્યકક્ષાના મંત્રી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સંજેલી તાલુકાના અનીકા ખાતે આવેલ સરકારી આઈ.ટી.આઈ નું ઉદ્ઘાટન તેમજ ડુંગરા ખાતે આવેલ એફ.સી.આઇ ગોડાઉન ઉદ્ઘાટન રાજ્યકક્ષાના મંત્રી ગણપતભાઈ વસાવા,દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ મંત્રી બચુભાઇ ખાબડ ના હસ્તે આજરોજ કરવામાં આવ્યું. આઈ.ટી.આઈ અત્યાર સુધી ભાડાના મકાનમાં ચાલતી હતી.તેથી વિદ્યાર્થીઓને જોઈએ તેટલી સુવિધા મળતી ન હતી.જેથી આ નવીન આઈ.ટી.આઈ સંપૂર્ણ સુવિધા સજજ બનાવવામાં આવી છે.જેથી કરીને આઈ.ટી.આઈ માં ભણતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ સુવિધા મળી શકશે.જેથી સમગ્ર તાલુકાના વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. આઈ.ટી.આઈ ની સાથે સાથે આજરોજ ડુંગરા ખાતે આવેલ સંજેલી તાલુકાનું એફ.સી.આઈ ગોડાઉન નુ પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.જેથી કરીને સંજેલી તાલુકાની સરકારી દુકાનો અનાજનો જથ્થો ફતેપુરા તાલુકામાં આવેલ બલૈયા ખાતેથી લાવવામાં આવતો હતો.તે પણ હવે સુવિધા સંજેલી તાલુકા ખાતે ઉપલબ્ધ થઈ જશે.આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા માસ્કનું વિતરણ મંત્રી દ્વારા નાના બાળકોને કરવામાં આવ્યું હતું.આ ઉદ્ઘાટન પ્રસંગે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી,ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા,લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ,ડુંગરા સરપંચ પ્રફુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!