દે. બારીયાના કેલીયામાં કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા:રોકડ રકમ બંદૂક મળી 64 ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર

Editor Dahod Live
2 Min Read

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા કેલીયા ગામે કરિયાણાની દુકાનમાંથી રોકડ સહિત બંદુકની ચોરી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો, કરિયાણાની દુકાનમાંથી રોકડ રૂ.૬૨૦૦૦/-ની ચોરી,લાયસન્સ વાળી બંદૂકની ચોરી
કુલ રોકડ સહિત રૂ.૨૫૦૦ રૂપિયાની બંદૂકકારતુસ મળી 64 હજાર ઉપરાંતના મુદ્દામાલની ચોરી

 દે.બારિયા તાલુકાના કેલીયા ગામે એક કરિયાણાની દુકાનમાં ચોરી રોકડ સહિત બંદુક કારતુસ તેમજ રોકડ રકમ મળી 64, 500 ના મુદ્દામાલ પર હાથફેરો  કરી તસ્કરો ફરાર થઈ જતા પંથકમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

દે.બારીયા તા.17

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના કેલીયા ગામના સુથાર ફળિયામાં રહેતા ગલાભાઈ મોહનભાઈ પટેલ કરિયાણાની દુકાન ચલાવે છે. અને તે ગત તારીખ ૧૫/૬/૨૦૨૦ ના રોજ રાત્રે જમી પરવારી પરિવાર જનો સાથે ઘરના ધાબા ઉપર સૂઈ ગયા હતા. ત્યારે વહેલી સવારે ગલાભાઈને તેમના પુત્ર શૈલેષએ બૂમ પાડી બોલાવતા નીચે ગયેલ અને કહેત કે દુકાનની બાજુમાં ઢાળીયાનો દરવાજો ખુલ્લો છે. ત્યારે નીચે જઈ જોતા ઢાળિયાનો દરવાજો ખુલ્લો હતો અને કરિયાણાની દુકાનના લોખંડના દરવાજા ખુલ્લા હતા.જેથી દુકાનમાં જઈ જોતા દુકાનમાં લાકડાના કાઉન્ટર ટેબલના બધા ડ્રોવર ખુલ્લા હતા. જેમાં એક ડ્રોવરમાં મુકેલ પેટીમાંથી દુકાનના વકરાના રોકડા રૂ.૨૭૦૦૦/- તથા બેંકમાં એજન્ટ તરીકે કામ કરતો શૈલેષના બેંકના રૂ.૩૫૦૦૦/- ડ્રોવરમાં હતા. તે મળી આવેલ નહીં અને કરિયાણાની દુકાનની બાજુમાં આવેલ રૂમમાં જઈ જોતાં દિવાલ ઉપર ટિંગાવેલ લાયસન્સ વાળી બંદૂક જેનો લાયસન્સ નંબર ૯૯/૯૯ બી કિંમત ૨૦૦૦/- સાથે ૧૦ નંગ કારતૂસ કિંમત રૂ.૫૦૦/- મળી કુલ રોકડ રકમ રૂ.૬૪૫૦૦/- ની અજાણ્યા ચોરો ચોરી કરી ગયા જેના લીધે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.અને આ અંગેનો દે.બારિયા પોલસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article