Thursday, 21/11/2024
Dark Mode

ગરબાડાના ગુગરડીમાં એક જ પરિવારની ચાર બાળકીઓના તળાવમાં ડુબી જવાથી કરૂણ મોત નિપજતાં ચકચાર:પરિવારના હૈયાફાટ રૂદનથી પંથકમાં ગમગીની છવાઈ

ગરબાડાના ગુગરડીમાં એક જ પરિવારની ચાર બાળકીઓના તળાવમાં ડુબી જવાથી કરૂણ મોત નિપજતાં ચકચાર:પરિવારના હૈયાફાટ રૂદનથી પંથકમાં ગમગીની છવાઈ

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામની ઘટના પાટાડુંગરીના તળાવમાં ન્હાવા પડેલ એક જ પરિવારની ચાર બાળકીઓના ડૂબી જવાથી કરૂણ મોત,ચારેય બાળકીઓ બકરા ચરાવવા માટે ગઈ હતી,રાત્રિના પરત નહીં આવતાં તપાસ કરતા તળાવકિનારે પડેલા કપડાના આધારે ખબર પડી,રાત્રિના 10:30 થી 11:30 દરમિયાન ગાડીઓ બેટરી અને મોબાઈલની લાઈટ થી શોધખોળ કરતા એક જ જગ્યાએથી ચારેય બાળકીઓના મૃતદેહ મળ્યા, ઘટનાસ્થળે પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ.

ગરબાડા તા.14

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામમાં બકરા ચરાવવા ગયેલ એક જ પરિવારની ચાર બાળકીઓ બકરા ચરાવતી વેળા પાટાડુંગરીના તળાવમાં નાહવા જતા ડૂબી જવાથી ચારેય બાળકીઓ નું કરૂણ મોત નિપજયું હતું ગ્રામજનોની કલાકોની શોધખોળ બાદ રાત્રીના એક જ જગ્યા પરથી ચારેય બાળકીઓના મૃતદેહ મળ્યા હતા ઘટના બનતા લોકટોળા ઉમટી પડ્યા હતા

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના માળ ફળિયામાં રહેતા કનુભાઈ ભાભોરની ધોરણ સાતમાં અભ્યાસ કરતી દીકરી પાયલ ઉંમર વર્ષ ૧૨ તથા હરમલ ભાઈ ભાભોરની ધોરણ ૬માં અભ્યાસ કરતી મિત્તલ ઉંમર વર્ષ ૧૧ તથા ઉદેશીંગ ભાઈ ભાભોર ની ધોરણ પાંચમાં અભ્યાસ કરતી દીકરી જ્યોત્સના ઉંમર વર્ષ ૧૦ અને કમલેશભાઈ ભાભોરની ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી દીકરી નીલમ આમ આ ચારેય કુટુંબી બહેનો તારીખ ૧૩ મીના સવારે બકરા ચરવા ગઈ હતી અને બપોરે પરત ઘરે આવી ગઈ હતી. ત્યાર બાદ સાંજના પાંચ વાગ્યાના અરસામાં ફરીવાર આ ચારેય બાળકીઓ ફળિયાથી એક દોઢ કિલોમીટર દૂર બકરા ચરાવવા માટે ગયેલ ત્યાં આવેલ પાટાડુંગરી તળાવમાં નાહવા માટે પડતા આ ચારેય બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા તો બીજી તરફ સાંજના પોતપોતાના બકરા પોતપોતાના ઘરે આવી ગયેલ હતા. પરંતુ ચારેય બાળકો ન આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યાં તળાવકિનારે પટેલ ચારેય બાળકોના કપડા મળી આવ્યા હતા.જેના આધારે ગ્રામજનો દ્વારા છ વાગ્યાની આસપાસ તળાવમાં તપાસ કરતા કશું જાણવા મળેલ ન હતું.ત્યારબાદ ફરીવાર રાત્રિના સાડા દસ થી સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગાડી બેટરી તથા મોબાઈલની લાઈટ દ્વારા તળાવમાં તપાસ કરતા સંદીપભાઈ ભાભોર ને સૌથી પહેલા પાયલનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ મિત્તલ જોસના અને નીલમનો મૃતદેહ એક જ જગ્યા પરથી તળાવ કિનારે પાણીમાં ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા.જે બાબતે તેમના જ ગામના ભાભર સુરપાલભાઈ નેવાભાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આમ તો આ તમામ બાળકો જ્યારે બકરા ચરાવવા જાય છે.ત્યારે તેમની સાથે અન્ય માણસો પણ હોય છે.અને તેમની હાજરીમાં આ બાળકીઓ પણ હતી પરંતુ ગઈકાલે પરિવારના લોકો ખેતી કામમાં જોતરાયેલા હોય અને તેમની ગેરહાજરીમાં કરૂણ ઘટના બની હતી.ઘટના બનતા પરિવારજનો સહિત નાનકડા એવા ગુંગરડી ગામમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું ઘટના સંદર્ભે ઉદેશીંગ ભાઈ કાળુભાઈ ભાભર દ્વારા ગરબાડા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ચારેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગરબાડા ના સરકારી દવાખાને રાત્રી દરમિયાન જ ખસેડવામાં આવ્યા હતા.ગરબાડાના ગુગરડીમાં એક જ પરિવારની ચાર બાળકીઓના તળાવમાં ડુબી જવાથી કરૂણ મોત નિપજતાં ચકચાર:પરિવારના હૈયાફાટ રૂદનથી પંથકમાં ગમગીની છવાઈ

error: Content is protected !!