Monday, 07/07/2025
Dark Mode

ફતેપુરા,દે.બારીયા સહીત સીંગવડમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી:પંથકમાં રસ્તામાં ઝાડ પડવાથી વાહન વ્યવહાર ખોરવાયો

ફતેપુરા,દે.બારીયા સહીત સીંગવડમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી:પંથકમાં રસ્તામાં ઝાડ પડવાથી વાહન વ્યવહાર ખોરવાયો

શબ્બીર સુનેલવાલ,ફતેપુરા,કલ્પેશ શાહ, સીંગવડ, મઝહર અલી મકરાણી દે.બારીયા 

ફતેપુરા નગર તેમજ આજુબાજુ વિસ્તારમાં પવન સાથે પડેલ ધમાકેદાર વરસાદ, ફતેપુરાથી મધવા ક્રોસિંગ સુધી રસ્તામાં વૃક્ષો ધરાશાઈ થયા,સીંગવડ તેમજ દે.બારીયા પંથકમાં પણ મેહુલિયો મહેરબાન થતાં ધરતીપુત્રો ગેલમાં, વાતાવરણમાં ઠંડક પ્રસરતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો

ફતેપુરા/સીંગવડ/દે.બારીયા તા.12

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર તેમજ આજુબાજુ વિસ્તારોમાં સાંજના 6:00 કલાકે એકાએક આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાઈ જતા ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ પડતા ફતેપુરા થી માધવા ક્રોસિંગ સુધી પવન ના સુસવાટા થી રસ્તાને બંને સાઈડો ના વૃક્ષો ધરાશાયી રોડ પર તૂટી પડ્યા હતા.જ્યારે સીંગવડ તાલુકામાં ભારે વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા. સિંગવડ તાલુકામાં સાંજે 5 થી 6 ના સમયમાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો.ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવાથી ગામડાઓમાં ઝાડ પડવાના દ્રશ્યો સર્જાયા હતા.તથા સાથે ચોમાસાની ઋતુની શરૂઆત થવા માંડી હતી.વરસાદ પડવાથી ખેડૂતો ખેતીકામમાં જોડાયા હતા.તથા બજારમાં પણ વરસાદ પડવાની સાથે ખેતીને કામની લાગતી વસ્તુઓ માટે બિયારણ તેમજ ખાતર જેવી વસ્તુઓની બિયારણની દુકાનોમાં કિડિયારાની માફક લોકો ઉભરાયા હતા તથા લોકો ખેતી કામમાં જોડાયા હતા સિંગવડ તાલુકામાં બીજી વખતનો સારો વરસાદ પડયો હતો એટલે ખેડૂતો દ્વારા ખેતી ચાલુ કરી દેવામાં આવ્યું હતી. દે બારીયામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસવા પામ્યો હતો.

error: Content is protected !!