ફતેપુરા તાલુકાના મારગાળા પંચાયતના નાણાંપંચમાં થયેલ ભ્રસ્ટાચારનો મામલો:નાણાંપંચની યોજનાના કામોમાં થયેલ ઉચાપત અંગે જિલ્લા વિકાસ અધિકારી એક્શનમાં:સરપંચને લાખોના ચુકવણા સંદર્ભે દિન-7 માં પુરાવા સહીત ખુલાસો કરવા શોકોઝ નોટિસથી ખળભળાટ

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

ફતેપુરા તાલુકાના મારગાળા પંચાયતના નાણાંપંચમાં થયેલ ભ્રસ્ટાચારનો મામલો:નાણાંપંચની યોજનાના કામોમાં થયેલ ઉચાપત અંગે જિલ્લા વિકાસ અધિકારી એક્શનમાં:સરપંચને લાખોના ચુકવણા સંદર્ભે દિન-7 માં પુરાવા સહીત ખુલાસો કરવા શોકોઝ નોટિસથી ખળભળાટ

દાહોદ તા.11

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતના સરપંચ સામે ઉપસરપંચ એ જ કરેલી નાણાકીય ઉચાપત અંગેની અરજી સંદર્ભે અનેક ચડાવ-ઉતાર આવવા પામ્યા છે.ઉપસરપંચની અનેક ચીમકી પછી હાથ ધરાયેલી તપાસના અંતે તાલુકા વિકાસ અધિકારી આ તપાસ અહેવાલને અનુસંધાને તથા ઉપસરપંચ નીરૂબેન બારીયાની કરાયેલી વિવિધ માગણીઓ સંદર્ભે પ્રારંભિક તપાસમાં સરપંચ દ્વારા સરકારશ્રીના નાણાંકીય જોગવાઇઓ અને નિયમો વિરોધ ચુકવણું કરાયું હોવાનું બહાર આવતા અત્રેના જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે આજે મારગાળા સરપંચ ભુરસિંગ રામસિંગ ભાભોર ને દિન ૭માં કરાયેલા લાખોના ચૂકવણા અંગે પુરાવા સહિત ખુલાસો કરવા તથા આ નાણાં કયા સંજોગોમાં ચુકવણું કરવામાં આવ્યું છે. એની માહિતી માંગવામાં આવી છે. એટલું જ નહીં જો સાત દિવસમાં પુરાવા સહિત લેખિત ખુલાસો ન કરાય તો ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ 57 હેઠળ તમને હોદ્દા ઉપરથી દૂર કરવાની કાર્યવાહી કેમ ન કરવી? એ મતલબની શો કોઝ નોટિસ પાઠવતા ફતેપુરા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.ત્યારે આગામી દિવસોમાં ફતેપુરાના મારગાળા ગ્રામ પંચાયત સરપંચ પ્રકરણ કેવો રંગ લાવશે આવનાર સમય કહેશે.

Share This Article