આ તે કેવી મહિલા સુરક્ષા?…. ફતેપુરાના મારગાળામાં નાણાંપંચની ગ્રાન્ટમાં ભ્રસ્ટાચારનો મામલો:મહિલા ઉપ સરપંચ પર સરપંચ સહીત 7 લોકોએ કર્યો હુમલો:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
2 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

મારગાળામાં મહિલા ઉપસરપંચ પર સરપંચ સહિત ટોળાનો હુમલો,ફતેપુરા તાલુકા પંચાયતના કર્મચારીઓ નાણાપંચની યોજના ના કામો ને તપાસ અર્થે આવ્યા હતા,નાણાપંચ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની ઉપસરપંચ રજૂઆત કરી હતી.સરપંચ સહિત સાત સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી.

 સુખસર તા.10

ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયત માં નાણાપંચ યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી મહિલા ઉપસરપંચ દ્વારા તાલુકાના જિલ્લા કક્ષાએ રજૂઆત કરી હતી જેમાં  તટસ્થ તપાસ ન થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી 10 જૂનના રોજ તાલુકા પંચાયતના કર્મચારીઓ કામોની તપાસ અર્થે આવ્યા હતા  ઉપસરપંચ પણ જોડાયા હતા.જેમાં સરપંચ સહિત ના ટોળાએ મહિલા ઉપ સરપંચ પર  હુમલો કરી માર માર્યો હતો જે સંદર્ભે ઉપસરપંચની ફરિયાદના આધારે પોલીસે સરપંચ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ફતેપુરા તાલુકાના મારગાળા ગ્રામ પંચાયતમાં નાણાપંચની યોજના હેઠળ ના થયેલ કામોની તપાસ માટે 10 જૂન ને બુધવારના રોજ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના કર્મચારીઓ તપાસ કરી રહ્યા હતા.આ દરમિયાન ભષ્ટાચાર ની રજૂઆત કરનાર ઉપસરપંચ નીરૂબેન બારીયા પણ ઉપસ્થિત હતા તપાસ દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ તેમના સાથીદારો સાથે નીરૂ બેનને બોલાચાલી થઈ હતી જેમાં નીરૂબેન પર હુમલો કરી મારામારી થઈ હતી અને ગડદાપાટુનો માર મરાતા નીરૂબેન ને મારગાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા નીરૂબેન ની ફરિયાદના આધારે સરપંચ ભૂરસીંગભાઈ ભાઈ ભાભોર સહિત સાત સામે પોલીસે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article