દાહોદ તાલુકાના ધામરડા-દાહોદ વચ્ચે દિલ્લી-મુંબઈ રેલમાર્ગ પર પર એક મહિલાએ બાળકી જોડે કોઈ ડાઉન લાઈન પરથી પસાર થતી અજાણી ટ્રેનની અડફેટે માતા- તેમજ તેની બે મહિનાની બાળકીનું મોત નિપજતાં પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ઉપરોક્ત બનાવ સંદર્ભે ગુજરાત રેલવે પોલિસે મૃતકોના મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના પંડ્યા ફાર્મ નજીક હાટકી ફળીયાના રહેવાસી વિજયભાઈ બિલવાલની 23 વર્ષીય પત્ની નયનાબેને તેની બે મહિનાની દીકરી નાયરાને લઇ આજરોજ સાંજના સુમારે દાહોદ ધામરડા વચ્ચેથી પસાર થતાં દિલ્લી-મુંબઈ રેલમાર્ગ આવેલા કી.મી.ન.543/21-22 પર ડાઉન લાઈન પરથી પસાર થઈ રહી હતી તે વેળાએ ત્યાંથી પસાર થતી અજાણી ટ્રેનની અડફેટે આવી બંને માં-દીકરી મોતને ભેટતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ બનાવની જાણ રેલવે તંત્રને થતાં ગુજરાત રેલવે પોલિસના પીએસઆઇ કે. બી. ડીંડોર સહીતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બંને માં-દીકરીના મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે સરકારી દવાખાને મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.