દાહોદના ગરબાડા ચોકડી પર શાક માર્કેટના ગેટ પર ચાની લારીમાં અકસ્માતે આગ લાગતા 30 હજાર ઉપરાંતનો સરસામાન બળીને રાખ

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર  @ દાહોદ 

દાહોદ તા.04

Contents

દાહોદ શહેરના ગરબાડા ચોકડી સ્થિત શાક માર્કેટ પાસે આવેલી એક ચાની લારીમાં અકસ્માતે આગ ફાટી નીકળતા લારીમાં મુકેલ સમાન આગમાં ભડથું થઇ જતા અંદાજે 30 હજાર રૂપિયાનું પહોંચ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ગરબાડા ચોકડી સ્થિત શાકમાર્કટની નજીક આવેલી કેબિનમાં ગઈકાલે સાંજના પોણા સાત વાગ્યાંના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી.ત્યારબાદ સ્થાનિક લોકોએ આ આગના બનાવની જાણ દાહોદ ફાયર સ્ટેશને કરતા ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદભાગ્યે આ આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામી નહોતી પરંતુ કેબિનમાં મુકેલ સરસામાન બળીને ખાખ થઇ jata3કેબીન માલિકને અંદાજિત 30 હજાર ઉપરાંતનો નુકસાન થયું હોવાનું પ્રાથમિક જાણકારીઓ મળવા પામી છે.

Share This Article