Thursday, 03/04/2025
Dark Mode

ફતેપુરામાં  માસ્ક અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

ફતેપુરામાં  માસ્ક અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા

ફતેપુરા તા.02

ફતેપુરામાં  માસ્ક અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
હાલઆખા વિશ્વમા કરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અલગ-અલગ સેવાભાવી સંસ્થાઓ પોતાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની પ્રેરણાથી જે ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા છે તે પ્રમાણે ઘરની બહાર નીકળતા મસ્ક અવશ્ય પહેરવું અને સોસ્યલ ડિસ્ટન્સ જળવવુ તેમજ હાથ ધોવા તથા હાથ ને સેનેટાઈજરકરવા તે અનુસંધાનમા ગુજરાત રાજ્ય યુવક મંડળ ફતેપુરા શહેરના સંયોજક પ્રવીણભાઈ કે બરજોડ અને એમની ટીમ દ્વારા ફતેપુરા બરોડા બેંક અને પોલીસ સ્ટેશન પાસે તેમના સહ વાલી પંકજકુમાર મણીલાલ પંચાલ દ્વારા ફતેપુરા ની જનતાને માસ્ક અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આશરે ૨૦ લીટર જેટલા ઉકાળાનું વિતરણ ફતેપુરાની બેન્ક ઓફ બરોડા પાસે કરવામાં આવ્યું હતું તો સોથી દોઢસો જેટલા માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કોરોના મહામારી થી બચવા ઘરથી બહાર નીકળતા સમયે મોઢા ઉપર માસ્ક અવશ્ય પહેરવું એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ઓછામાં ઓછું એક ગજનુ અંતર રાખવું હાથને વારંવાર સેને ટાઈજર કરવા નાના નાના બાળકો તેમજ ૬૦ વર્ષથી ઉપરના વડીલો ને જરૂર જણાય તો જ ઘરથી બહાર નીકળવા સલાહ સુચન પણ કરવામાં આવ્યું હતું

error: Content is protected !!