સીંગવડના માહેશ્વરી સમાજ દ્વારા ઘરમાં રહીને મહેશ ઉજવણી કરવામાં આવી હતી સિંગવડ ના માહેશ્વરી સમાજ દ્વારા માહેશ્વરી ના ઉત્પતિ દિવસ મહેશ નવમીની ઉજવણી દર વર્ષે ધામધૂમથી કરવામાં આવતી હોય છે પરંતુ કોરોના મહામારી ના લીધે આ વર્ષે મહેશ નવમી ની ઉજવણી માહેશ્વરી બંધુઓ દ્વારા પોતાના ઘરમાં રહીને ઉજવણી કરી હતી તથા ભગવાન મહેશ ની પૂજા તથા જલાભિષેક થતા ઓમ નમઃ શિવાય ના જાપ કરીને ભગવાન મહેશ ને યાદ કરવામાં આવ્યા હતા તથા સીંગવડ ની માહેશ્વરી સખી સહેલી ગ્રુપ દ્વારા સ્પર્ધાત્મક કાર્યક્રમો રાખવામાં આ કાર્યક્રમો ઓનલાઇન પ્રતિયોગીતા નો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જે પ્રતિયોગિતા માં ગામમાં પહેલા અને બીજા નંબર વાળાને ઈનામો પણ આપવામાં આવ્યા હતા આજે સિંગવડ માહેશ્વરી સમાજ દ્વારા રત્નેશ્વર મહાદેવના મંદિરે જઈને મહેશ ભગવાનને જલાભિષેક કરવામાં આવ્યું હતું તથા કોરોના મહામારી જેવી બીમારીથી છુટકારો મળે તેવી ભગવાન મહેશ ને પ્રાર્થના કરવામાં આવી હતી આ રીતે માહેશ્વરી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.