Sunday, 08/09/2024
Dark Mode

અનલોક 1 માં છૂટછાંટ મળતા દે.બારીયા ડેપોથી તમામ રૂટ ઉપર સંચાલન શરૂ કરવામાં આવ્યું

અનલોક 1 માં છૂટછાંટ મળતા દે.બારીયા ડેપોથી તમામ રૂટ ઉપર સંચાલન શરૂ કરવામાં આવ્યું

મઝહર અલી મકરાણી @ દે.બારીયા

બારીયા ડેપોથી તમામ રૂટ ઉપર સંચાલન શરૂ કરવામાં આવ્યું.

દે.બારીયા 01.

નિગમ દ્વારા ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રી દ્વારા Covid-19 અંતર્ગત બહાર પાડવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ સરકાર શ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં સંચાલન શરૂ કરવાના આદેશ મુજબ 1st જૂન – ૨૦૨૦ થી બારીયા ડેપોથી અગાઉ ચાલતા તમામ એક્સપ્રેસ ના રૂટ જેવા કે અમદાવાદ, અંબાજી, વાપી, વલસાડ, સુરત, રાજકોટ, મોરબી તથા ગાંધીનગર જેવા લાંબા અંતર ના રૂટ શરૂ કરવામાં આવેલ છે તથા બારીયા થી દાહોદ, ગોધરા, વડોદરા, લુણાવાડા, સંતરામપુર, ઝાલોદ, સંજેલી, ધાનપૂર તથા છોટા ઉદેપુર જેવા લોકલ ના રૂટ શરૂ કરવામાં માં આવેલ છે જેનો તમામ મુસાફરો લાભ લઈ શકશે. હાલ પૂરતા ગામડાઓમાં નાઇટ આઉટ થતા સીડયુલો બંધ રાખવામાં આવેલ છે.
સમગ્ર સંચાલન સવારે ૭.૦૦ વાગ્યા થી શરૂ થશે અને રાત્રી ના ૮.૦૦ વાગ્યા સુધી માં પૂર્ણ કરવામાં આવશે. બસ સ્ટેન્ડ ઉપર તમામ મુસાફરો એ બસ ઉપડવાના સમય પહેલાં ૩૦ મિનિટ વહેલા આવી જવાનું રહેશે. તમામ મુસાફરો એ ફરજીયાત માસ્ક પહેરી ને બસ સ્ટેન્ડ માં આવવા નું રહેશે તથા બસ ઉપાડતા પહેલા તમામ મુસાફરો ને આરોગ્ય ની ટીમ દ્વારા ટેમ્પરેચર ચેક કરી ને જ બસ માં બેસવા દેવામાં આવશે જેની તમામ મુસાફરો એ નોંધ લેવી.

error: Content is protected !!