Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરામાં તીડના આક્રમણને ખાળવા માટે તમામ પ્રકારની તૈયારી રાખવા માટે મિટિંગ યોજાઈ

ફતેપુરામાં તીડના આક્રમણને ખાળવા માટે તમામ પ્રકારની તૈયારી રાખવા માટે મિટિંગ યોજાઈ

 

શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા

ફતેપુરામાં તીડ ના આક્રમણને ખાળવા માટે તમામ પ્રકારની તૈયારી રાખવા માટે ને મળેલી બેઠક,ફતેપુરા મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી ને ઉપસ્થિતિમાં મળેલ બેઠક
તીડ ના આક્રમણને ખાળવા માટે ફતેપુરા વહીવટી તંત્ર સજ્જ

ફતેપુરા તા.31

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરના મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી ચૌધરી ને ઉપસ્થિતિમાં તીડ ના આક્રમણને તળવા માટે માટે ની મીટીંગ યોજાઇ હતી જેમાં મામલતદાર એન આર પારગી નાયબ તાલુકા વિકાસ અધિકારી બારીયા ખેતીવાડી અધિકારી દાહોદ ગ્રામ સેવકો ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તાલુકા હેલ્થ ઓફિસર પી.એસ.આઇ હાજર રહ્યા હતા ફતેપુરા તાલુકા રાજસ્થાન રાજ્યના અડીને આવેલ તાલુકો છે જેથી રાજસ્થાન રાજ્ય માંથી ભવિષ્યમાં તીડ ના આ ક્રમને ખાળવા માટેની તમામ પ્રકારની તૈયારીઓ રાખવા તેમજ દવા નો જથ્થો એડવાન્સમાં સંગ્રહો રાખવો તીડ જ્યારે એકલદોકલ હોય ત્યારે સામાન્ય ટીટી ઘોડા ની જેમ વ્યવહાર કરે છે પરંતુ જ્યારે સમૂહ બનાવી હુમલો કરે છે ત્યારે પાક અને વૃક્ષોને બહુ જ નુકસાન કરે છે તીડ ના આક્રમણને રોકવા માટે ગ્રામ કક્ષાએ સરપંચ શ્રી તલાટીશ્રી અને મધ્યાન ભોજન ના સંચાલકો એ ગ્રામજનોને જાગૃત કરવા તીડના આક્રમણ વખતે સમયસર પગલાં લઈ શકાય તે માટેની ચર્ચા વિચારના કરવામાં આવી હતી

ફોટા

error: Content is protected !!