Sunday, 08/09/2024
Dark Mode

કોરોના મહામારીમાં અભૂતપૂર્વ કામગીરી કરનાર ઝાલોદના “ચીફ ઓફિસર ” નું હૃદયરોગ ના હુમલાથી મોત:પંથકમાં ગમગીની છવાઈ

કોરોના મહામારીમાં અભૂતપૂર્વ કામગીરી કરનાર ઝાલોદના “ચીફ ઓફિસર ” નું હૃદયરોગ ના હુમલાથી મોત:પંથકમાં ગમગીની છવાઈ

 હિરેન પંચાલ @ ઝાલોદ 

ઝાલોદના ચીફ ઓફિસર ભુરીયાનું હદય રોગ ના હુમલા માં મોત,કોરોના મહામારી માં ઝાલોદ નગરમાં અભૂતપૂર્વ કામગીરી કરી

ઝાલોદ તા.31

ઝાલોદ નગર પાલિકાના મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા અને ફરજ નિષ્ઠાની મિસાલ એવા તેરસિંગ ભાઈ ભુરીયાનું હદય રોગના હુમલામાં મૌત થયું હતું.

મૂળ ઝાલોદ તાલુકા ના છાયણ ગામના વતની અને નિવૃત્ત મામલતદાર તેરસિંગ ભાઈ ભુરીયા એ નિવૃતિ બાદ ઝાલોદ નગર પાલિકાના ચીફ ઓફિસર તરીકે નો ચાર્જ ગત ૨૫ નવેમ્બર ૨૦૧૯ ના રોજ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ એ ઝાલોદ પાલિકા વિસ્તાર માં અનુકરણીય કામો કર્યા હતા.તો હાલ ચાલી રહેલી કોરોના મહામારી માં પણ તેઓ એ ખૂબ જ સક્રિયતા થી અભૂતપૂર્વ કામગીરી કરી હતી.

ગત શનિવારે ઝાલોદ પાલિકાની પોતાની ફરજ પૂર્ણ કરી અને તેઓ પોતાના વતન છાયણમાં આવેલા ખેતર માં દેખરેખ માટે ગયા હતા. પરંતુ તેઓ કલાક સુધી પરત ના ફરતા તેમના દીકરાએ ખેતર સુધી તપાસ કરી હતી. જ્યાં તેઓ મૃત અવસ્થા માં મળી આવતા પરિવાર પડી ભાગ્યું હતું.
આ અંગે નગરમાં જાણ થતાં નગર પાલિકા પરિવાર માં પણ ઘેરા શોક ની લાગણી પ્રવર્તી હતી. તો પ્રમુખ, કાઉન્સિલર તથા નગર પાલિકા પરિવાર એ ચીફ ઓફિસર ની કામગીરી ને યાદ કરી અને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

error: Content is protected !!