ફતેપુરાના સુખસરમાં વેપારીઓ દ્વારા પાનમસાલા સહીત ચીજવસ્તુઓમાં કાળાબજાર કરતા હોવાની વ્યાપક બુમો:મામલતદાર દ્વારા ચેકીંગ હાથ ધરાયું:વધુ ભાવ ન લેવાની સૂચના સહીત કેટલાક વ્યાપારીઓ માસ્ક ન પહેરતા દંડાયા

Editor Dahod Live
2 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

સુખસરમાં તમાકુ બનાવટની દુકાન ઉપર મામલતદારે તપાસ હાથ ધરી,વધુ ભાવ લેવાશે તો પોલીસ કાર્યવાહી કરાશે:મામલતદાર,માસ્ક પહેરતા ન હોય તેવા વેપારીઓને દંડ કરાયો.

સુખસર તા. 26

ફતેપુરા તાલુકાના સુખસરમાં તમાકુ બનાવટની ચીજવસ્તુઓ પર વધુ ભાવો લેવાતા હોવાની બૂમ ઉઠવા પામી હતી જેમાં મંગળવારના રોજ મામલતદારની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી.અને વેપારીઓને વધુ ભાવ ન લેવા સૂચના આપી હતી. તેમજ પોલીસ કાર્યવાહી કરવાની પણ જાણ કરવામાં આવી હતી.માસ્ક વગર ના હોય તેવા વેપારીઓને સ્થળ પર દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં લોક ડાઉન 4 માં તમાકુ બનાવટની ચીજવસ્તુઓના વેચાણ પર છૂટછાટ આપવામાં આવી હોવાથી મોટા ભાગના વેપારીઓ સંગ્રહખોરી કરી કાળાબજારી કરતા હોવાની બૂમો ઠેરઠેર ઉઠી રહી છે.જેમાં સુખસર ખાતે મંગળવારના રોજ મામલતદાર ફતેપુરાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સેમ્પલ બીડીના વધુ ભાવો લેવાતો હોવાની રજૂઆતો થઇ હતી.જે બાબતે મામલતદાર દ્વારા વેપારીઓને કડક સુચના આપવામાં આવી હતી કે વધુ ભાવ લેશો તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. ગરીબ પ્રજાને લૂંટવાનું બંધ કરો તેમજ વેપારીઓની દુકાન ની તપાસ દરમિયાન આ માસ્કને સેનેટાઇઝર નો ઉપયોગ ન કરતા હોય તેવા દસ જેટલા વેપારીઓને સ્થળ પર જ 200 રૂપિયા દંડ ની પહોંચ આપવામાં આવી હતી અને દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ડીલરોએ બિલ વગર માલ આપવો નહિ અને વેચવા નહીં તે બાબતની સૂચના આપવામાં આવી હતી ગ્રામ પંચાયત ખાતે મામલતદાર અને પીએસઆઇ દ્વારા વેપારીઓ સાથે બેઠક કરી સુચના આપી હતી.

Share This Article