Sunday, 08/09/2024
Dark Mode

સીનવડ તાલુકામાં લોકડાઉનમાં છૂટછાટના લીધે બજારોમાં ભીડ ઉમટી: લોકો ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભુલ્યા

સીનવડ તાલુકામાં લોકડાઉનમાં છૂટછાટના લીધે બજારોમાં ભીડ ઉમટી: લોકો ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભુલ્યા

કલ્પેશ શાહ @ સીંગવડ  

સીંગવડ તા.20

સિંગવડ તાલુકામાં લોક ડાઉન ૪ માં છૂટછાટ મળતા બજારોમાં લોકોની ભીડ જોવા મળી

સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં લોક ડાઉન 4 માં છૂટછાટ મળવાની સાથે બજારોમાં લોકોના ટોળા જોવા મળ્યા હતા તથા જ્યાં દેખો ત્યાં માણસોના ડગલા જોવા મળતા હતા તેમજ  સોશિયલ ડિસ્ટન્સ  અને મોઢા પર માક્સનો અભાવ જોવા મળ્યો હતો જ્યાં દેખો ત્યાં લોકોના ટોળેટોળા દેખવા મળ્યા હતા દુકાનો પર પણ ભીડ જોવા મળી હતી તથા બેંકોમાં પણ સરકાર દ્વારા રૂપિયા નાખવામાં આવ્યા હતા તેના લીધે પણ ઘણી લાંબી લાઈનો તથા બેંકોની ની આજુબાજુ પણ ઓટલા ઉપર ટોળાઓ બેઠેલા જોવા મળ્યા હતા.સરકાર એક બાજુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહે છે ત્યારે ગામડાંની પ્રજા સોશિયલ ડિસ્ટન્સ ના જળવતા ભીડ એકઠી થાય છે.અને ગામડાઓમાં આ સોશિયલ ડિસ્ટન્સ જણાવવામાં આવશે અને માસ્ક પહેરવામાં ન આવે તો કોરોના વાયરસનો ફેલાતા વાર લાગે તેમ ન હોવાને કારણે આ સિંગવડના બજારમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી બનવા પામી છે ત્યારે આ માટે સરકારી અધિકારીઓ દ્વારા પણ સિંગવડ બજારમાં નિરીક્ષણ કરવામાં આવતું રહે તો તેમાં પણ થોડોક ફરક પડે તેમ છે માટે આ લોક ડાઉન  ૪ માં છૂટછાટ આપવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીન સોશિયલ ડિસ્ટન્સ રહે તે જરૂરી બનવા પામી છે રહે તેજે દુકાનો સમય વધારે વધારવામાં આવ્યો હતો તેમાં તેની જગ્યાએ સાત થી એક વાગ્યા સુધીના કરવામાં આવે તો ગામડા ના લોકો પણ ઘરે જતા રહે અને બજારમાં પણ ભીડ ઓછી જોવા મળે તેમ છે.

error: Content is protected !!