સંજેલીમાં આરએસએસ પરિવાર તેમજ આયુર્વેદિક શાખા દાહોદના સહયોગથી ઉકાળાનુ વિતરણ કરવામા આવ્યું

Editor Dahod Live
1 Min Read

કપિલ સાધુ @ સંજેલી

સંજેલીમાં આરએસએસ પરિવાર તેમજ આયુર્વેદિક શાખા દાહોદના સહયોગ થી ઉકાળાનુ વિતરણ કરવામા આવ્યું .

સંજેલી તા.29

હાલમાં કોરોનાના કહેરથી બચવા માટે સરકાર તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકો ને બીમારીથી રક્ષણ માટે મદદે આવ્યા છે .ત્યારે દાહોદ આયુર્વેદિક શાખાના સહયોગથી સંજેલીના આરએસએસ પરિવાર તરફથી સંજેલીમાં કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન અને સંજેલી ગામના બીજા વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેને પીવાથી  રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને બિમારીથી રક્ષણ મળશે .RSS પરિવાર તરફથી સંજેલીમાં ત્રણ દિવસથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે .અને વિતરણ કાર્યમાં  સંજેલીના બંટાબાપુ , ડિંપલભાઈ દેસાઇ ,જીતેન શેઠ ઓમકાર સિંહ પરમાર તેમજ તેમાના સહયોગી સાથી મિત્રો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે

Share This Article