Sunday, 08/09/2024
Dark Mode

દે. બારીયાના દુધિયામાં રેતી ભરેલી ટ્રક પલ્ટી મારતા ચાલક સહીત બે ઈજાગ્રસ્ત

દે. બારીયાના દુધિયામાં રેતી ભરેલી ટ્રક પલ્ટી મારતા ચાલક સહીત બે ઈજાગ્રસ્ત

મઝહર અલી મકરાણી @ દે.બારીયા

દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામે રેતી ભરેલી ટ્રક પલટી ખાતા ડ્રાઈવર-કંડકટર નો બચાવ રેતી ચાલકો બેફામ બન્યા હોય તેમ,દેવગઢ બારીયા તાલુકામાં રેતી ભરીને જતા વાહનચાલકો બેફામ બન્યા હોય તેમ,તાલુકાના નાના-મોટા રસ્તાઓ તૂટી જવાની દહેશત,તંત્ર પાંગળુ વહીવટ ના કારણે સ્થાનિક લોકો નારાજ, આ મહિનામાં રેતીની ટ્રક થી અકસ્માતની ત્રીજી ઘટના છે.

દે.બારીયા તા.31

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં રાતદિવસ રેતીના વાહનો ધમધમી રહ્યા છે અને રસ્તાઓ ઉપર પણ જાણે 24 કલાક આ રેતીના વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય તેમ જોવાઇ રહ્યું છે. ત્યારે હાલમાં તાલુકામાંથી તેમજ છોટાઉદેપુર વિસ્તારમાં ગેરકાયદેસર તેમજ ઓવરલોડ રેતી ભરીને વાહનો બેરોક ટોક પસાર થઈ રહ્યા છે. ત્યારે આ વાહનો જે ડામરના રસ્તા કે જેની કેપીસીટી 10 ટન ની છે તેવા રસ્તા ઉપર 45 થી 50 ટન રેતી ભરેલા વાહનો પસાર થઈ રહ્યા છે અને તેમાંય ગ્રામ્ય વિસ્તારમાં સિંગલ પટ્ટી રસ્તાના કારણે આ રેતીના વાહન ચાલકોના લીધે અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે હાલમાં ગામડાના અનેક રસ્તાઓ પણ તૂટી ગયા હોવાનું જોવાઇ રહ્યું છે. ત્યારે આ રસ્તા તૂટવાને લઇ ગ્રામજનો લાગતા વળગતા તંત્ર ને જાણ કરતા આ રસ્તા ઉપર ભારે વાહનોની અવર જવરના કારણે રસ્તા તૂટતા હોવાને લઇ કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવતી ત્યારે આજ રાતના દુધિયા ગામે પણ આવો જ એક બનાવ બનવા પામ્યો છે. જેમાં ઓવરલોડ રેતી ભરીને આવતી એક ટ્રકના ચાલકે ગફલભરી રીતે બેફામ ટ્રક લઈને જતા દુધિયા ગામ નજીક ટ્રક રોડની સાઇટમાં પલ્ટી મારી જતાં નજીકમાં કામ કરતા ગ્રામજનો દોડી આવી ટ્રકમાં ફસાયેલ ચાલક તેમજ કંડકટર ટ્રક માંથી બહાર કાઢી ને ઓછી વત્તી ઇજા થતાં ગ્રામજનો એ 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારે આ બેફામ ચાલતા રેતીના વાહન ચાલકો સામે પગલાં લેવામાં આવશે ખરા ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઓ તૂટી રહ્યા છે. તેના જવાબદાર કોણ જેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.

error: Content is protected !!