Sunday, 08/09/2024
Dark Mode

દે. બારિયાના પીપલોદ નજીક નેશનલ હાઇવે પર બે બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના બેના મોત:ત્રણ ઘાયલ

દે. બારિયાના પીપલોદ નજીક નેશનલ હાઇવે પર બે બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના બેના મોત:ત્રણ ઘાયલ

મઝહર અલી મકરાણી @ દે.બારીયા

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે સ્વિફ્ટ ગાડીના ચાલકે હાઈવે ઉપર બે બાઈકને અડફેટમાં લેતો બાઈક ઉપર સવાર બે ના મોત ત્રણ સારવાર હેઠળ,દાહોદ તરફ થી ગોધરા તરફ જતી મધ્યપ્રદેશ પાર્સિંગની સ્વિફ્ટ કાર,હાઇવે ઉપર બે બાઈકને પાછળ થી અડફેટમાં લીધી,એકનું ઘટનાસ્થળે જ મોત જ્યારે અન્ય એકને સારવાર અર્થે લઇ જતા રસ્તામાં મોત.

દે.બારીયા તા.31

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના પીપલોદ હાઇવે ઉપર એમ.પી પાર્સિંગના સ્વિફ્ટ ગાડીના ચાલકે બે બાઇકને પાછળથી અડફેટમાં લેતા એકનું ઘટનાસ્થળે મોત અન્ય એકને સારવાર હેઠળ લઈ જતાં મોત જ્યારે ત્રણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ સ્વિફ્ટ ચાલકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામ નજીકના હાઇવે ઉપર વહેલી સવારનાં આઠેક વાગ્યાના અરસામાં લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામના ડાહ્યાભાઈ સોનાભાઈ બારીયા તેમજ પંકજભાઈ ડાયાભાઇ બારિયા એમ બંને જણા તેમની સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે 20 કે 9393 ઉપર તેમજ બીજી એક બાઈક નંબર જીજે 20 એજી 4096 ઉપર સવાર ફુલસિંહભાઈ રૂપાભાઈ પટેલ જશવંતભાઈ રણછોડભાઈ પટેલ તથા કિરણ જશવંત પટેલ ત્રણે જણા રહે.જામદરા તા.શીગવડ જિલ્લો દાહોદ ઇન્દોર અમદાવાદ હાઈવે રસ્તા ઉપર પીપલોદ ગામના ખાંડાકુવા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે દાહોદ તરફથી એમ.પી 09 સીએમ 9140 નંબરની સ્વિફ્ટ ગાડીના ચાલકે પાછળથી આવી બંને બાઇકને અડફેટમાં લેતા બંને બાઈક તેમજ તેના ઉપર સવાર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. ત્યારે આ બંને બાઈક ઉપર ચાલક સહિત સવાર મળી કુલ પાંચ ઈસમોને ગંભીર ઇજાઓ થવા પામેલ જેમાંથી પંકજભાઈ ડાયાભાઇ બારિયાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર જણની આસપાસના દોડી આવેલા ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદ ગોધરા સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાં ફુલસિંહભાઈ રૂપાભાઈ પટેલ રહે. જામદરા ને વધુ સારવાર મળે તે પહેલાં જ તેમનું રસ્તામાં મોત નીપજ્યું હતું. ત્યારે આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસે મહેશભાઇ મોહનભાઇ બારીયાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!