દાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિ ની રિપોર્ટ
સંજેલી તા.19
સંજેલી થી ઝાલોદ તરફ જતાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની આગળ જ કાદવ કિચડના ખાડામાં તકલાદી પેચિગ કામથી વાહનચાલકોને ભારે હાલાકી
સંજેલી તાલુકા મથકે મુખ્ય માર્ગ પર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આગળ સુંદર મજાના સીસી રોડ પર પંચાયતી તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવાને બદલે સુંદર મજાના રોડ પર માટી મેટલ નાંખી દેતા ઉબડખાબડ રોડ પર રાહદારીઓ અને વાહનચાલકોને લપસી જઇ મોટી હોનારત સર્જાય તેમ છે જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે સુંદર મજાના વિકાસના રસ્તામાં રોડા નાખનાર પંચાયતી તંત્ર પર જિલ્લા અને તાલુકા વહીવટી અધિકારી દ્વારા યોગ્ય પગલાં લઈ તાત્કાલિક આ રોડ પર નાખવામાં આવેલા મોટા પથ્થરો અને ગ્રીડની સાફ સફાઇ કરાવવામાં આવે જેથી કાદવ કીચડ દૂર થાય તેમ છે અને સુંદર મજાનો રોડ પાછો ખુલ્લો થાય તેમ છે જેથી તાત્કાલિક રોડ પરના પથરા દૂર કરવામાં આવે અને આસપાસ વરસાદી પાણીના નિકાલની ગટરો બનાવવામાં તેવી સંજેલી તાલુકાની પ્રજાની માંગણી છે
સંજેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના મુખ્ય દરવાજા આગળ જ સુંદર મજાના રોડ પર માટી ગ્રેવલ નાખી ઉબડખાબડ કરી દીધેલા રસ્તાની તસવીરો