સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના વગેલામાં 44 વર્ષીય આધેડા કુવામાં મોતની છલાંગ લગાવી…
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વગેલા ગામે એક ૪૪ વર્ષીય વ્યક્તિએ કોઈ અગમ્યકારણોસર ગામમાં આવેલ એક કુવામાં મોતની છલાંગ લગાવતાં મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૦૭ સપ્ટેમ્બરના રોજ વગેલા ગામે ભુરાકુવા ફળિયામાં રહેતાં ૪૪ વર્ષીય બાબુભાઈ ખુમાનભાઈ ડામોરે કોઈ અગમ્યકારણોસર ગામમાં આવેલ એક કુવામાં છલાંગ લવાની મોત વ્હાલુ કરતાં કુવાના ઉંડા પાણીમાં બાબુભાઈ ગરકાવ થઈ ગયાં હતાં અને મોતને ભેટ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર પરિવારજનો સહિત ગ્રામજનો ઉમટી પડ્યાં હતાં અને સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં.
આ સંબંધે મૃતક બાબુભાઈની પત્નિ જેતાબેન બાબુભાઈ ડામોરે ચાકલીયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.