ઝાલોદ તાલુકાના દેપાડા ચોકડી પર ટ્રેક્ટર પરથી નીચે પટકાતા એક વ્યક્તિનું મોત. 

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

ઝાલોદ તાલુકાના દેપાડા ચોકડી પર ટ્રેક્ટર પરથી નીચે પટકાતા એક વ્યક્તિનું મોત. 

 

ઝાલોદ તા.27

ઝાલોદ તાલુકાના દેપાડા ચોકડી પાસે પૂર ઝડપે આવતા ટ્રેક્ટરમાંથી ફાંગોળાઈ એક યુવક નીચે જમીન પર પટકાતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના લીલવાદેવા નવી વસાહત ફળિયાના રહેવાસી રાયસિંગ ભાઈ જવલા ભાઈ ડામોર તેમના જ ભાઈ લાલસીંગભાઈ જવલાભાઈ ડામોરના કબ્જા હેઠળના GJ-20-N-1715 નંબરના ટ્રેકટરમાં સવાર થઈ દેપાડા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે ચાલકે પોતાનું ટ્રેક્ટર પૂર ઝડપે હંકરતા ટ્રેકટર ની સાઈટમાં બેસેલા રાયસીંગ જવલા ડામોર ટ્રેકટર માંથી નીચે પટકાતા તેમનું ઘટના સ્થળેજ મોત નીપજવા પામ્યું હતું.

ઉપરોકત બનાવ સંદર્ભે ઝાલોદ પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

Share This Article