દાહોદ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ.

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

દાહોદ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા નું ભવ્ય સ્વાગત કરાયુ.

રાજ્યમંત્રી કુબેરભાઈ,વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાનું સ્વાગત કરાયું.

છ વિધાનસભા વિસ્તારમાં ભાજપનો ઝંડો લહેરાવવા આશીર્વાદ માંગ્યા.

( પ્રતિનિધિ ) સુખસર,તા.01

દાહોદ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ભારતીય જનતા પાર્ટી દાહોદ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જન આશીર્વાદ યાત્રાના અધ્યક્ષ રાજ્યમંત્રી કુબેરભાઈ ડીડોર, વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ને આદિવાસી પરંપરા મુજબ ભોરિયું પહેરાવી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.સુખસર, ઝાલોદ, દાહોદ,ગરબાડા,લીમખેડા, દેવ.બારીયા,ખાતે કાર્યક્રમો યોજાયા હતા.

 

દાહોદ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા નો ફતેપુરા તાલુકાના સુખસર થી શુભારંભ કરાયો હતો.સુખસરમાં ભાજપા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોર અને વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાને આદીવાસી

રીત રિવાજ મુજબ ભોરીયું, આદિવાસી બંડી તિર,કમાન આપીને સ્વગત કરાયુ હતું.દાહોદ જિલ્લામાં ભાજપની શરુઆત કરનાર આ વિસ્તારના પુર્વ સ્વ ધારાસભ્ય ભુરાભાઈ કટારાને યાદ કરાયા હતા.

કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી અન્ન પુરવઠા યોજના હેઠળ આપવામાં આવતા લાભ વિશે જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા માહિતી આપવામાં આવી હતી.જન આશીર્વાદ યાત્રામાં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને પ્રજાનુ સ્વાગત કર્યું હતું,રાજ્યમંત્રી કુબેરભાઈ ડીડોર, વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા પ્રસગીક પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં દાહોદ જિલ્લાની તમામ બેઠકો પર ભાજપનું પ્રભુત્વ રહે અને છ વિધાનસભામાં ભાજપનો ઝંડો લહેરાય તેવા આશીર્વાદ માંગ્યા હતા. કાર્યક્રમમાં દાહોદના પ્રભારી રાજેશભાઈ પાઠક,જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આંબલીયાર, મહામંત્રી નરેન્દ્રભાઈ સોની,શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર,નિવૃત્ત ડી.આઇ.જી બી. ડી. વાઘેલા,તેમજ દરેક તાલુકા વિસ્તારના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article