ફતેપુરા તાલુકાના આફવા ગામે શહેરમાં શ્રાવણીયો જુગાર રમતા 6 જુગારિયાઓને પોલીસે 26 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કર્યા..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

ફતેપુરા તાલુકાના આફવા ગામે શહેરમાં શ્રાવણીયો જુગાર રમતા 6 જુગારિયાઓને પોલીસે 26 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કર્યા..

દાહોદ તા.૨૧

 દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામે જાહેરમાં પત્તા પાના વડે જુગાર રમી રહેલાં ૦૬ જુગારીઓને પોલીસે અંગ ઝડતીમાંથી રોકડા ૯,૧૦૦ દાવ પરથી રોકડા રૂપીયા ૧,૪૫૦ અને ૦૪ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૨૬,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

 ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ આફવા ગામે માળી ફળિયામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલાં મહેશભાઈ વિરસીગભાઈ વળવાઈ, સંજયભાઈ પારસીંગભાઈ વળવાઈ, ગીરીશભાઈ નારસીંગભાઈ વળવાઈ, દિનેશભાઈ ચુનીયાભાઈ વળવાઈ, કાળુભાઈ છગનભાઈ વળવાઈ અને વિનોદભાઈ કરશનભાઈ બારીયા (તમામ રહે. આફવા, માળી ફળિયું) નાઓ જુગાર રમાતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો માર્યાે હતો અને છાપો મારતાંની સાથે જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પરંતુ પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ તેઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૯,૧૦૦, દાવ પરથી રોકડા રૂપીયા ૧,૪૫૦ અને ૦૪ મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૨૬,૫૫૦નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત પાંચય જુગારીઓ વિરૂધ્ધ સુખસર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

——————————-

Share This Article