
બાબુ સોલંકી :- સુખસર
-
ફતેપુરા તાલુકાના ભોજેલામાં ડ્રીલીંગ મશીન સાથે ટ્રેક્ટર કુવામાં ખાબકતા ચાલકને ગંભીર ઇજાઓ.
-
આજરોજ સવારના સાડા છ વાગ્યાના અરસામાં ભોજેલા મછાર ફળિયામાં ચાલતા નવીન કુવાની કામગીરીમાં પથ્થર તોડવા ટ્રેક્ટર ડ્રીલીંગ મશીન લઈને આવ્યું હતું.
-
૧૫થી ૨૦ ફૂટ ઊંડાઈના કુવાના કિનારની માટી ઘસી પડતાં ટ્રેક્ટર સાથે તેનો ચાલક કુવામાં ખાબકયો હતો.