Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તથા ઝાલોદ તાલુકાના ૩૦-૩૦ ગામોમાં ‘વાગધારા’ સંસ્થા દ્વારા આશાવર્કર કાર્યકર્તા બહેનોને આરોગ્યલક્ષી કીટ ફળવાઇ

June 25, 2021
        1498
ફતેપુરા તથા ઝાલોદ તાલુકાના ૩૦-૩૦ ગામોમાં ‘વાગધારા’ સંસ્થા દ્વારા આશાવર્કર કાર્યકર્તા બહેનોને આરોગ્યલક્ષી કીટ ફળવાઇ

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તથા ઝાલોદ તાલુકામાં ‘વાગધારા’ સંસ્થા દ્વારા આશા કાર્યકર્તાઓને કીટનું વિતરણ કરાયું.

 ફતેપુરા તથા ઝાલોદ તાલુકાના ૩૦-૩૦ ગામોમાં આશાવર્કર કાર્યકર્તા બહેનોને આરોગ્યલક્ષી કીટ ફળવાઇ

 ( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૪

ફતેપુરા તથા ઝાલોદ તાલુકાના ૩૦-૩૦ ગામોમાં 'વાગધારા' સંસ્થા દ્વારા આશાવર્કર કાર્યકર્તા બહેનોને આરોગ્યલક્ષી કીટ ફળવાઇ

#Paid pramotion

Contact us :- sunrise public school 

  ફતેપુરા તથા ઝાલોદ તાલુકામાં રાજસ્થાન બાસવાડાની વાગધારા સંસ્થા દ્વારા આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરતી ૩૦ ફતેપુરા તાલુકા તથા ૩૦ ઝાલોદ તાલુકાની આશાવર્કર બહેનોને કોઈપણ બીમારીના સમયે મદદરૂપ થઈ શકે તેવી આરોગ્યલક્ષી કીટની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

     જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૈકી માધવા,મોટીઢઢેલી તથા હડમત તેમજ ઝાલોદના પ્રાથમિક તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં ગામડી, મહુડી,ધાવડિયા,કદવાલ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં જનજાતિ સ્વરાજ સંગઠન ફતેપુરા તથા ઝાલોદ કાર્યક્ષેત્રના ૬૦ ગામોમાં ૩૦-૩૦ આશા વર્કર બહેનોને હેલ્થ કીટ વાગ્ધારા સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવી હતી.જેમાં થર્મોમીટરગન,ઓક્સી મીટર,માસ્ક તથા કોરોના ગાઈડ બુક કિટમાં સામેલ કરવામાં આવેલ હતી. કોરોનાની બીજી લહેર વખતે ગામડાઓમાં સમય પર સ્વાસ્થ્ય તપાસ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડયો હતો.અને ગામડાઓમાં કોરોનાની તપાસ કરવા માટે આશાવર્કર બહેનો પાસે પર્યાપ્ત સાધન સામગ્રી ન હોવાના કારણે કોરોનાની ઓળખ કરવામાં વિઘ્ન નડ્યું હતું.જેના કારણે ગામડાઓમાં ઓક્સિજન સ્તર અને શરીરના તાપમાનની તપાસ નહીં થવાના કારણે કોરોનાને અટકાવવામાં મુશ્કેલી પણ પડી હતી.

     ત્યારે વાગ્ધારા સંસ્થાએ કોરોના ની સંભવીત ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખી તેના બચાવની પૂર્વ તૈયારી રૂપે ગ્રામ્ય સ્તર ઉપર પ્રજાના સ્વાસ્થ્યની તપાસ થઈ શકે તે હેતુથી આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલા આશાવર્કર બહેનોને હેલ્થ કિટ ભેટ તરીકે આપવામાં આવી હતી.

      વાગધારા સંસ્થા દ્વારા કિટના વિતરણ સમયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટીઢઢેલીથી ડો.સુરેશ અમલીયાર, માધવા પી.એચ.સીના ડો.રસિકભાઈ તથા હડમત પી.એચ.સી ના ડો. ગુપ્તેએ હાજર રહી આશાવર્કર બહેનોને કીટના ઉપયોગો સંબંધે માહિતગાર કરી કોરોના મહામારીમાં સક્રિય ભાગીદારી નિભાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

    આરોગ્યલક્ષી કીટ વિતરણ કાર્યક્રમમાં વાગધારા સંસ્થાના અધિકારી ગિરીશભાઈ પટેલ જનજાતિ સ્વરાજ સંગઠનના પદાધિકારીઓમાં સૂર્યાબેન બારીયા તથા સરસ્વતીબેન પારગી પણ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ગિરીશભાઈ પટેલ દ્વારા આશાવર્કર બહેનોને વધારેમાં વધારે સ્વાસ્થ્ય સંબંધી તપાસ કરે તથા થર્મોમીટર ઓક્સી મીટરનો સદુપયોગ કરવા જણાવ્યું હતું.તેમજ સંસ્થાના ફેસેલેટર કાર્યકર્તા સરસ્વતીબેન પારગી,રમેશભાઈ કટારા,કૈલાશબેન ગરાસીયા તથા પારસીંગભાઈ રાવતના ઓએપણ ભાગીદારી નિભાવી હતી. અને કિટવિતરણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!