ફતેપુરા તાલુકાના હડમતમાં 35 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર કણજના વૃક્ષના ડાળ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાતા મોત

Editor Dahod Live
2 Min Read

 બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના હડમતમાં 35 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર કણજના વૃક્ષના ડાળ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાતા મોત

મૃતક યુવાનને પત્ની સાથે બોલાચાલી થતા પત્ની પિયર ચાલી જતા મનમાં લાગી આવતા મોતને વહાલુ કર્યું હોવાનું જણાવતા પરિવાર જનો.

( પ્રતિનિધિ ) સુખસર,તા.11

ફતેપુરા તાલુકાના હડમત ગામે ગતરોજ સાંજના છએક વાગ્યાના અરસામાં એક 35 વર્ષીય યુવાને પત્ની સાથે બોલાચારી થતા પત્ની પિયરમાં ચાલી જતા યુવાનને મનમાં લાગી આવતા પોતાના મકાન પાસે આવેલ કણજના વૃક્ષની ડાળ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. સુખસર પોલીસે આપસ્મિક મોત અન્વયે જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના હડમત ગામે માળી ફળિયામાં રહેતા નરેશભાઈ સોમાભાઈ ચારેલ(ઉ.વ 35) નાઓ ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવતા હતા.જેઓને સંતાનમાં એક પુત્ર તથા ત્રણ પુત્રીઓ છે.જેઓ બુધવારના રોજ સવારના 9:00 વાગ્યાના અરસામાં ફતેપુરા કોર્ટમાં મુદતમાં જાઉં છું તેમ જણાવી ઘરેથી નીકળ્યા હતા.ત્યારબાદ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પરત ઘરે આવ્યા હતા.ત્યારે પત્ની સુમિત્રાબેન સાથે કોઈક વાતે સામાન્ય બોલાચાલી થઈ હતી.અને મૃતક નરેશભાઈ જણાવતો હતો કે,તું બોલા ચાલી કરીશ તો ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લઈશ.તેવી ધમકી આપતા મૃતકના પિતાએ પતિ-પત્નીને સમજાવીને શાંત પાડ્યા હતા. ત્યારબાદ સુમિત્રાબેન તેના પિયરમાં ચાલી ગઈ હતી.જ્યારે ઘરના તમામ સભ્યો ખેતરમાં ખેતી કામ કરવા માટે ગયેલા હતા.તેનો મોકો જોઈ નરેશભાઈ ચારેલે સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના મકાન પાસે આવેલ કણજીના વૃક્ષની ડાળખી સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મૃતક યુવાનના પિતા સોમાભાઈ ચારેલ ઘરે આવી જતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. અને બેહોશ નરેશભાઈ ચારેલને સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
ઉપરોક્ત બાબતે મૃતકના પિતા સોમાભાઈ કાનજીભાઈ ચારેલે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આકસ્મિક મોત અન્વયે જાણવાજોગ નોંધ કરી લાશના પંચનામા બાદ લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ રૂમમાં મોકલી આપી હતી.જ્યારે આજરોજ લાશનું પી.એમ કર્યા બાદ લાશનો કબજો મૃતકના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share This Article