બાબુ સોલંકી :- સુખસર
સુખસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારનો હોબાળો.
દવાખાનામાં તોડફોડ થતાં તબીબો સહિત સ્ટાફ અને કોરોના દર્દીઓમા દોડધામ મચી:પોલીસે આવી સ્થિતિ કાબુમાં લીધી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૭
ફતેપુરા તાલુકાના સુખસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગુરૂવારના રોજ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.જેમાં દવાખાનામાં તોડફોડ કરતાં તબીબો અને સ્ટાફ સહિત કોરોના દર્દીઓમા દોડધામ મચી ગઇ હતી. પોલીસે આવીને સ્થિતિ કાબૂમાં લીધી હતી.
ફતેપુરા તાલુકાના સુખસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સંગાડા ફળિયા વિસ્તારના એક દર્દીને સારવાર અર્થે લવાયો હતો.જેમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જેને લઇને પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.તબીબની ભૂલના કારણે મોત થયું હોવાના આક્ષેપો કર્યા હતા. તેમજ દવાખાનામાં ઘૂસી તોડફોડ કરી લેબોરેટરી રૂમનો કાચ ફોડી દેવાતા તબીબો,સ્ટાફ અને કોરોના દર્દીઓમા દોડધામ મચી ગઇ હતી. પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ તાત્કાલીક સરકારી દવાખાના ખાતે દોડી આવ્યો હતો.અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. કાચ તોડનાર વ્યક્તિને તુટેલા કાચથી ઇજા થતા લોહીલુહાણ હાલતમાં થઈ ગયો હતો.જેને સારવાર અપાઈ હતી. આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સરકારી દવાખાના ખાતે કાયમી પોલીસ પોઈન્ટ મુકવા માટે મેડિકલ ઓફિસરે પોલીસને જાણ કરી હતી.