સિંગવડ તાલુકા સિંગવડમાં નવીન બસ સ્ટેશન બનાવવા માટે લોકોની માંગ..

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ

સિંગવડ તાલુકા સિંગવડમાં બસ સ્ટેશન બનાવવામાં આવે તેવી લોકોની માંગ 

સીંગવડ તા.02

સીંગવડ તાલુકો બન્યા અને ચાર વર્ષ જેવા થવા આવ્યા છતાં બસ સ્ટેશન નહિ બનવા પામ્યો છે.જ્યારે આજુબાજુના ગામમાં જેવા કે લીમખેડા સંજેલી વગેરે ગામોમાં બસ સ્ટેશન બની ગયા હોય પરંતુ સિંગવડ તાલુકા માં આજ દિન સુધી બસ સ્ટેશન બનવા પામ્યું નથી જ્યારે સિંગવડ તાલુકા માં રાત્રી સભા દરમિયાન કલેકટર વિજય ખરાડી હતા.તે સમયે પણ ગામના નાગરિકો દ્વારા બસ સ્ટેશન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી જ્યારે કલેકટર દ્વારા આ બસ સ્ટેશન ની જમીન માટે જે તે સમયના મામલતદારશ્રીને બસ સ્ટેશન માટે જમીન દેખીને બસ સ્ટેશન માટે જમીન ફાળવવા ની વાત કરવામાં આવી હતી પરંતુ તે આજ સુધી આ બસ સ્ટેશન માટે કોઈ જમીન નહીં ફળવાતા આજ દિન સુધી બસ સ્ટેશન બનવા પામ્યું નથી જો બસ સ્ટેશન બનાવવામાં આવે તો લોકોને બસો નો ટાઈમ તથા કેટલા વાગે આવે ને ક્યાંથી એ ક્યાં જશે તેની માહિતી મળી રહે અને પેસેન્જર ને અટકાવવા નો વારો નહીં આવે જ્યારે બીજી ઘણી બસોની સુવિધા પણ સિંગવડ તાલુકા ના મળે તેમ છે અને સિંગવડ તાલુકા માં બસ સ્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવે તો બસોનો વ્યવહાર પણ વધે અને બસોના રૃટો પણ વધીને બીજી ઘણી બસો નવી ચાલુ થાય તેમ છે અને પેસેન્જરોને પણ ફાયદો થાય તેમ છે સીંગવડ તાલુકાન આજુબાજુના ગામડાના લોકો ને મજૂરી કરવા જવા માટે લીમખેડા સંજેલી પીપલોદ વગેરે ગામોમાં  બસોમાં બેસવા માટે જવું પડતું હોય છે જ્યારે બહારગામ જવા વાળા ને બસ સ્ટેશન અહીંયા બને તો બસો પણ અહીંયા થઇને જાય તો લોકોને આ બીજા ગામમાં જવાની જરૂર ના પડે અને તેમના રૂપિયા તથા તેમનો સમયનો પણ બચાવ થાય તેમ છે માટે સિંગવડ તાલુકા ના લોકોની માંગ છે કે સીંગવડ માં બસ સ્ટેશન બનાવવામાં આવે ત્યારે સીંગવડવાસીઓ ની માંગણી ક્યારે પૂરું થાય છે તે જોવું રહ્યું..

Share This Article