કલ્પેશ શાહ:સીંગવડ
સિંગવડના બારેલા ગામે લાગેલી આગની ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત લેતા સાંસદ જશવંતસિંહ ભાભોર,
સીંગવડ તા.15

સિંગવડ તાલુકાના બારેલા ગામે લાગેલી આગની ઘટનામાં જે મકાનો બળી ગયા તેની દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તથા સરકારી અધિકારીઓને સાથે રાખીને યોગ્ય સહાયની વસ્તુ આપવામાં આવી હતી

સિંગવડ તાલુકાના બારેલા ગામે 9.12.25 મોડી રાત્રે લાગેલી આગમાં પટેલ પ્રતાપભાઈ વજાભાઈ તેમજ તેમના ૪(ચાર) એમ પાંચ ભાઈઓના પરિવારના મકાન બળીને ખાક થઈ ગયા હતા જેમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હતું જ્યારે તેની જાણ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ને થતા તેમને તાત્કાલિક લીમખેડા ના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર ને મોકલીને તેની માહિતી લીધી હતી જ્યારે દિલ્હીથી આયા ત્યારે તેમને તાત્કાલિક દાહોદ સાંસદ જસવંતસિંહ એસ ભાભોર તથા ૧૩૧ મતવિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ.એસ.ભાભોર તથા જિલ્લા પંચાયતના સદસ્ય,પાર્ટી પ્રમુખ મહેશભાઈ બારીયા તાલુકા પંચાયત ના સદસ્ય, તથા સામાજિક કાર્યકર દિનેશભાઈ સરપંચ તલાટી કમ મંત્રી ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી તેમજ ઘરવખરી સામાન તથા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટ તાત્કાલિક ધોરણે આપવામાં આવી હતી અને તેમને મકાન ની સહાય મળે તેની તજવીજ સરકારી તંત્રને તાત્કાલિક ધોરણે કરવા જણાવ્યું હતું જ્યારે સરકાર તરફથી મળતી સહાય બધી મળશે તેમ આશ્વાસન આપ્યું હતું