કલ્પેશ શાહ :- સિંગવડ
સીંગવડની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં રાત્રિના સમયે ઓચિંતી આગ લાગી.
આગના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ બેંકના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા..
આગના બનાવના પગલે દેવગઢબારિયા ફાયર બ્રિગેડ દ્વારા તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી આગ ઓલવી..
આગના બનાવમાં મેનેજરનો કેબીન તેમજ બેંક માં મુકેલા કોમ્પ્યુટર બળ્યા: બેંક ને મોટું નુકસાન આગ લાગવાનું કારણ અકબંધ:બેંક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી
સીંગવડ તા.05
સીંગવડની બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ની શાખામાં ગતરોજ રાત્રિના સમયે બેંક ના દરવાજામાંથી ધુમાડા નીકળતા જોઈને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. જ્યારે બેંક માંથી ધુમાડા નીકળતા જોઈ ને લોકોએ રંધીકપુર પોલીસને જાણ કરી હતી.અને બેંકના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી હતી બેંકના અધિકારી આવે તે પહેલા રંધીપુર પોલીસની હાજરીમાં દરવાજાના તાળા તોડવામાં આવ્યા હતા.જ્યારે દરવાજાના તાળા તોડીને પાણી વડે આગ બુજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે બેંકના અધિકારીઓ દ્વારા ફાયર બ્રિગેડ બારીયા ને જાણ કરતાં ફાયર બ્રિગેડનો બંબો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. જ્યારે બેંકના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડના બંબા દ્વારા બેંકમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે આગ ઓલવવામાં આવી હતી જ્યારે બેંકના કેશિયરનો કેબીન તથા તેના આજુબાજુ મુકેલા કોમ્પ્યુટરો બળીને ખાખ થઈ જવા પામ્યા હતા અને બેંકમાં મોટું નુકસાન થવા પામ્યું હતું.જ્યારે બેંકના મેનેજર દ્વારા રણધીકપુર પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યારે રણધીકપુર પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી
