
જીગ્નેશ બારીયા :- દાહોદ
ઢેડીયા ખાતે આધેડ વ્યક્તિનું મોત નિપજતાં 4 સામે હત્યાની આશંકા
પોલીસની સમજાવટ બાદ પરિવારે લાશ સ્વીકારી : પેનલ પોસ્ટમોર્ટમ કરાયું
સંજેલી તા.08
સંજેલી તાલુકાના ઢેડીયા ખાતે સોમવારે આધેડ બકરા ચરાવવા માટે ગયો હતો જે બાદ પરત ઘરે આવતા તેનું મોત નીપજ્યું હતું આધેડ વ્યક્તિ સાથે ગામના ચાર વ્યક્તિઓ સાથે બબાલ થઈ હોવાની વાત ને લઇ પરિવાર દ્વારા શંકાના આધારે લાશને સંજેલી સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા અને પોલીસ મથકે ચારે ભેગા મળી માર મારી મોત નિપજાવ્યાની શંકાના આધારે રજુઆત કરી હતી.
પોલીસે તપાસ કરવા સંજેલી સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લાશને પીએમ માટે મોકલી અને એડી દાખલ કરી હતી.જે બાદ મંગળવારે પેનલ ડોક્ટરથી પીએમ કરાવ્યુ અને લાશનો કબજો પરિવારને સોંપવા માટે જણાવ્યું હતું પરંતુ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પાડી ઘર તરફ નાસી ગયાં હતાં. ડીવાયએસપીને જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. પોલીસની સમજાવટ બાદ મંગળવારની મોડી રાત્રે પરિવારે લાશ સ્વીકારી હતી.
મરણજનાર વ્યક્તિના કપાળ-ઢીંચણમાં ઇજા દેખાય છે
મૃત્યુ પામેલાનું પોસ્ટ મોર્ટમ કર્યું છે કપાળ અને ઢીંચણમાં ઇજા છે.ઈજા ગંભીર, મૃત્યુ નિપજાવે એવી નથી. અન્ય કોઈ ઇજા નથી.વિસેરા સહિતના સેમ્પલ લેવાયા છે.-હસમુખ રાઠોડ, તબીબ
આધેડના મોત અંગે હાલ તપાસ ચાલી રહી છે
આધેડનું મોત અંગે ચાર સામે શંકા જણાવતા મોતનું કારણ જાણવા પીએમ કરાવ્યું છે. વિસેરા પરિક્ષણ માટે મોકલાયા છે. તપાસ ચાલુ છે. -જી. બી. રાઠવા, પી.એસ.આઇ. સંજેલી