Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી બજારમાં SP રાજદીપસિંહ ઝાલાની ટકોર બાદ પણ ગટરની કામગીરી અધુરી: ગટરના તૂટેલા ચેમ્બરના ઢાંકણાના લીધે અકસ્માતની સેવાતી ભીતિ..

September 5, 2023
        448
સંજેલી બજારમાં SP રાજદીપસિંહ ઝાલાની ટકોર બાદ પણ ગટરની કામગીરી અધુરી: ગટરના તૂટેલા ચેમ્બરના ઢાંકણાના લીધે અકસ્માતની સેવાતી ભીતિ..

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

સંજેલી બજારમાં SP રાજદીપસિંહ ઝાલાની ટકોર બાદ પણ ગટરની કામગીરી અધુરી: ગટરના તૂટેલા ચેમ્બરના ઢાંકણાના લીધે અકસ્માતની સેવાતી ભીતિ..

જિલ્લા પોલીસ વડાની સરપંચ માનભાઈ વેલજીને ટકોર બાદ પણ સરપંચનું પેટનું પાણી ન હલ્યુ.

સંજેલી તા.05

સંજેલી જુના બસ સ્ટેશન પરજ ગટરની બનાવેલ ચેમ્બર પરના સ્લેબ દૂર કરી અને આસપાસ અકસ્માત ઝોન સમાન બનેલા ઢગલાઓ દૂર કરી ગટરનું ચેમ્બર પરનું ઢાંકણ બનાવી રસ્તો ખુલ્લો મુકવા જિલ્લા પોલીસ વડાની સરપંચને ટકોર બાદ પણ સરપંચનું પેટનું પાણી પણ ન હલતું હોય તેવું જોવાઈ રહ્યું છે.

સંજેલી નગરમાં ગ્રામજનો દ્વારા ગટર પાણી સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે વારંવાર યોજાતી ગ્રામ સભા અને અને જિલ્લા તાલુકા અધિકારીને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સુવિધાઓ નામે મીંડુ જોવા મળી રહ્યું છે,બસ સ્ટેશન પર વારંવાર ઉભરાતી ગટરમાં સાફ-સફાઈ માટે ત્રણ માસ પૂર્વે ચેમ્બર બનાવવામાં આવ્યું હતું. અને જૂના ચેમ્બર પર મૂકેલી લોખંડની જાળી નજીકમાં મૂકી દેવામાં આવી હતી. ચેમ્બર પર સ્લેબ માટે લગાવેલી પ્લેટો ત્રણ માસ સુધી દૂર કરવામાં આવી નથી અને ચેમ્બર પર કોઈ પણ જાતનું ઢાંકણ લગાવવામાં આવ્યું નથી તેમ જ નજીકમાં પડેલી લોખંડની જાળી પણ દૂર કરવામાં આવી નથી જેથી બજારના મુખ્ય માર્ગ પર અવરજવર કરતા નાના મોટા વાહનચાલકો તેમજ રાહદારીઓને મોટો અકસ્માત સર્જાય તેવી મીઠી સેવાઈ રહી છે, 25 ઓગસ્ટ ના રોજ જિલ્લા પોલીસ વડા દ્વારા સંજેલી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન આ અકસ્માત ઝોન સમાન ભણેલા ચેમ્બર પર એસટીની નજર પડી હતી અને તાત્કાલિક સરપંચને બોલાવી અને ચેમ્બર પનો ઢાંકણ ભણાવી રસ્તો ખુલ્લો કરવા માટે ટકોર કરવામાં આવી હતી, પરંતુ સંજેલી સરપંચ પર જિલ્લા અને તાલુકાના અધિકારીઓ મહેરબાન હોય તેમ સરપંચના પેટનું પાણી હલતું નથી. અને ગામના જાગૃત લોકોની રજૂઆતો માત્ર કાગળ પર જ રહી જાય છે,

કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની કામગીરી બંધ કરી હોવાથી તૂટેલા ચેમ્બરના ઢાંકણા રિપેર થઈ શક્યા નથી :- સંજેલી સરપંચ મનાભાઈ ચારેલ

સંજેલી બસ સ્ટેશન પર ઠાકણ બનાવવામાં આવ્યું નથી હાલ રસ્તાની કામગીરી બંધ છે, કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તો બનાવવામાં આવશે તે સમય દરમિયાન રસ્તાના લેવલમાં તેનું ચેમ્બર બનાવી દેવામાં આવશે, ચેમ્બર પર ઢાંકણું બનાવી અને રસ્તો ખુલ્લો કરવા માટે જિલ્લા પોલીસ વડા એ ટકોર કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હાલ ઘણા સમયથી રસ્તાની કામગીરી બંધ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!