પીપલોદ મધ્યસ્થ શાળામાં ધો. ૭ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને Covid-19 ની વેક્સિનથી સુરક્ષિત કરાયા

Editor Dahod Live
1 Min Read

મુનિન્દ્ર પટેલ :- પીપલોદ 

પીપલોદ મધ્યસ્થ શાળામાં ધો. ૭ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને Covid-19 ના સુરક્ષાકવચ રૂપે વેક્સિન આપવામાં આવી

પીપલોદ તા.26

આજરોજ તારીખ ૨૫મી માર્ચ ૨૦૨૨ના રોજ મધ્ય શાળા પિપલોદ માં ધોરણ- ૭ થી ૮માં અભ્યાસ કરતા અને ૧૨ થી ૧૪ વર્ષની વય ધરાવતા બાળકોને covid-19 ના સુરક્ષાકવચ રૂપે વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવ્યો. વેક્સિનેશન માટે શાળાના તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોએ બાળકોને માર્ગદર્શન અને પ્રેરણા આપી તૈયાર કર્યા હતા. વેક્સિનેશન કરવા માટે chc પીપલોદ ના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોએ ખુબજ આનંદથી વેક્સિનેશન કરાવ્યું હતું અને અન્ય બાળકોને પ્રેરણારૂપ બન્યાં જે બદલ શાળા પરિવાર અને આરોગ્ય અધિકારીઓ નો મધ્યસ્થ શાળા પીપલોદ ના આચાર્ય કિશનભાઇ કોળી એ આભાર વ્યક્ત કર્યો હતો. 

Share This Article