જાબીર શુક્લા :- પીપલોદ
દેવગઢ બારિયાની સ્ટેટ વખતથી ચાલતી પેઢી સાથે છેતરપિંડી કરનાર લવિન્દ્રભાઈ મીઠાલાલ પંચાલ ના પુત્ર આશિષ પંચાલ રહે.લુહાર ફળિયું ઝાલોદના આગોતરા જામીન અરજી નામંજૂર કરતી લીમખેડા કોર્ટ…….
પીપલોદ તા.30
પંચમહાલ નું પેરિસ ગણાતું દેવગઢ બારિયા જ્યારે સ્ટેટ હતું ત્યારની એક સૌથી જૂની પેઢી મે.ગાંધી કલ્યાણજી ભુદરજી જેઓ સોના ચાંદી ના દાગીના માટે ની એક વિશ્વાસપાત્ર પેઢી છે. આ પેઢી ના હાલ માલિક શ્રેયાંશભાઈ ગાંધી તથા તેમના બે પુત્રો કૌનલભાઈ તથા કેનલભાઈ છે. તેઓ ઝાલોદ નાં આશિષભાઈ પંચાલ ને ૧૫ થી ૨૦ વર્ષથી ચાંદીના દાગીના બનાવવા આપતા હતા. તેઓ ૯૮.૫ ટચ ની ચાંદી આપતા હતા જેની સામે આશિષભાઈ એ ૯૮.૫ ટચ દાગીના બનાવીને આપવાના થતા હતા. પંરતુ આશિષભાઈ એ ૮૫ ટચ ના દાગીના આપીને વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરેલ છે. આ બાબતે કેનલભાઈ ગાંધી એ આશિષભાઈ ને ટેલિફોનીક વાત કરેલ હતી જેથી રૂબરૂ દે.બારીયા મળવા બોલાવેલ તો આશિષભાઈ તેમના પરિવાર સાથે આવીને કૌનલભાઈ તથા કેનાલભાઈ સાથે ઉશ્કેરાઈ જઇ ને જેમતેમ મનફાવે તેમ બોલ્યા હતા. જેથી આ બાબત ની ફરિયાદ ૧૮-૦૬-૨૦૨૧ ના રોજ ૧) આશિષકુમાર લવિન્દ્રભાઈ પંચાલ ૨) મયંકકુમાર લવિન્દ્રભાઈ પંચાલ ૩) નિધીબેન પંચાલ તથા ૪) લવિન્દ્રભાઇ પત્ની તમામ રહેવાસી ઝાલોદ વિરૂધ્ધ દેવગઢ બારીયા પોલીસ મથકે નોંધવામાં આવેલ હતી. જેમાં આરોપી એ લીમખેડા સેશન્સ કોર્ટમાં આગોતરા માટે જામીન અરજી કરેલ હતી. પરંતુ ફરિયાદી ના પૂરતા અને સત્ય પુરાવા ના આધારે સેશન્સ કોર્ટ ના નામદાર જજ શ્રી પી.પી.પુરોહિત સાહેબ દ્વારા ચુકાદો આપતા મુખ્ય આરોપી આશિષ પંચાલ ના આગોતરા જામીન નામંજૂર કરેલ છે. જો પોલીસ દ્વારા ધરપકડ કરી ને કોર્ટ માં રિમાન્ડ માંગવામાં આવે તો ભૂતકાળ માં અન્ય વેપારી ઓ સાથે આચરેલ છેતરપિંડી નો પણ પર્દાફાશ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી..જેથી હવે પોલીસ કેટલા સમયમાં આરોપીઓને જેલના સળિયા ની હવા ખવડાવશે તેની દેવગઢ બારીયાની જનતા રાહ જોઈ રહી છે જેથી દે.બારિયાની પ્રતિષ્ઠિત પેઢી મે.ગાંધી કલ્યાણજી ભૂદરજી ના માલિકને ન્યાય મળે અને આરોપીઓને સજા થાય…