લીમખેડા તાલુકાના નિનામાના ખાખરીયા ગામે પ્રેમ સંબંધના મામલામાં બે વ્યક્તિઓએ બે વ્યક્તિઓને ફટકાર્યા 

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર :- દાહોદ 

લીમખેડા તાલુકાના નિનામાના ખાખરીયા ગામે પ્રેમ સંબંધના મામલામાં બે વ્યક્તિઓએ બે વ્યક્તિઓને ફટકાર્યા 

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નીનામાના ખાખરીયા ગામે બે ઈસમોએ બે જણાને રસ્તામાં રોકી સાળી સાથેના પ્રેમ સંબંધ મામલે બે જણાને લાપટો ઝાપટો તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ગત. તા.૧૯મી જુલાઈના રોજ લીમખેડા તાલુકાના ચેડીયા ગામે પટેલ ફળિયામાં રહેતાં કમલેશભાઈ સરતનભાઈ કટારા તથા તેની સાથે રવિન્દ્રભાઈ એમ બંન્ને જણા નીનામાના ખાખરીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન નીનામાના ખાખરીયા ગામે રહેતાં રોશનભાઈ વિનુભાઈ તથા કિશનભાઈ બાબુભાઈ બંન્ને નિનામાનાઓ કમલેશભાઈ અને રવિન્દ્રભાઈને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી રવિન્દ્રભાઈને કહેલ કે, તુ મારી સાળી સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાય ગયાં હતાં અને કમલેશભાઈ અને રવિન્દ્રભાઈને લાપટો ઝાપટો મારી અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કમલેશભાઈ સરતનભાઈ કટારાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————–

Share This Article