દેવગઢ બારિયા તાલુકાના ઝાપટિયા ગામે ખુલ્લામાં ચાલતા દારૂના વેપલા પર પોલીસ ત્રાટકી: 80 હજારના મુદ્દામાલ સાથે એક ઝડપાયો 

Editor Dahod Live
1 Min Read

  ગૌરવ પટેલ :- લીમખેડા

દેવગઢ બારિયા તાલુકાના ઝાપટિયા ગામે ખુલ્લામાં ચાલતા દારૂના વેપલા પર પોલીસ ત્રાટકી: 80 હજારના મુદ્દામાલ સાથે એક ઝડપાયો 

દે.બારીયા તા.06

દેવગઢ બારીયા તાલુકાના ઝાપટિયા ગામેથી ખુલ્લામાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 60,450 ના વિદેશી દારૂના દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે પોલોસે પકડાયેલા બુટલેગર પાસેથી વિદેશી દારૂના જથ્થો તેમજ 20 હજારની મોટર સાઇક્લ મળી મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીનો ગુનો દાખલ કર્યો છે

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના ઝાંપતિયાં ગામના કાનસિયા ફળિયાના રહેવાસી છગન ભાઈ પ્રતાપ ભાઈ રાઠવા ખુલ્લામાં દારૂ કટિંગ દારૂ કરતો હોવાની બાતમી સાગટાલા પોલોસને મળતા પોલીસે દરોડો પાડી વિવિધ માર્કની વિદેશી દારૂની બોટલો સહિતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ એક મોટર સાઇક્લ મળી 80.450 ના મુદ્દામાલ સાથે છગન પ્રતાપ ભાઈ રાઠવાને ઝડપી જેલ ભેગો કરી આગળની તપાસ હાથ ધરી છે

Share This Article