Sunday, 08/09/2024
Dark Mode

પોલીસની સરાહનીય કામગીરી…માં -બાપથી વિખૂટી પડેલી પાંચ વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં  પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

November 28, 2021
        4776
પોલીસની સરાહનીય કામગીરી…માં -બાપથી વિખૂટી પડેલી પાંચ વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં  પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

સૌરભ ગેલોત :- લીમડી 

પોલીસની સરાહનીય કામગીરી…માં -બાપથી વિખૂટી પડેલી પાંચ વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં  પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

અમદાવાદથી દાહોદના લીમડી મુકામે પ્રસંગમાં માંબાપ જોડે આવેલી બાળકી ગુમ થતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા.

લીમડી પોલીસ મથકમાં બાળકીનું મા-બાપ સાથે પુનઃમિલન કરાવતા સૌ કોઈની આંખોમાં હર્ષની લાગણી છલકાઈ 

લીમડી તા.28

લીમડી બજારમાં તેના માતા-પિતાએ વિખૂટી પડી ગયેલી એક પાંચ વર્ષીય બાળકી ની માહિતી લીમડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર સાહેબ ને થતા ઘટનાને ગંભીરતાથી ધ્યાન લીમડી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ને બાળકીના પરિવારને શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન પૂછપરછ કરતાં બાળકીનું નામ માહિતી તથા તેની માતાનું નામ સેજલ બેન હોવાનું જણાવેલ. જેથી લીમડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ ડામોર સાહેબ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો લીમડી ગામમાં બાળકીના પરિવારને સખત શોધખોળ કરતા બાળકીના માતા-પિતા મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં બાળકીના માતા-પિતા અમદાવાદના સૈજપુર બોધા માં રહેતા હોવાનું જણાવેલ અને પોતે લીમડી પ્રસંગ માં આવેલું હોવાનું જણાવ્યું હતું જેથી ખરાઇ-ખાતરી કર્યા બાદ બાળકીને સલામત તેના માતા-પિતાને સોંપી લીમડી પોલીસ માણવાનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!