દાહોદમાં AAP નેતાને જેલ:ચેક બાઉન્સ કેસમાં કોર્ટનો કડક હુકમ, Bjp – કોંગ્રેસ રાજી,Aap બેકફૂટ પર.!

Editor Dahod Live
2 Min Read

દાહોદમાં AAP નેતાને જેલ:ચેક બાઉન્સ કેસમાં કોર્ટનો કડક હુકમ, Bjp – કોંગ્રેસ રાજી,Aap બેકફૂટ પર.!

રાજેશ ડામોરને 1 વર્ષની સાદી કેદ અને ₹5 લાખ દંડ,રાજકીય વર્તુળોમાં ખળભળાટ

દક્ષેશ ચૌહાણ:ઝાલોદ

દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી તાલુકાના થાળા સંજેલી ગામના પૂર્વ સરપંચ અને આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના મહામંત્રી રાજેશભાઈ રમેશભાઈ ડામોરની 138 મુજબ એટલે કે ચેક બાઉન્સ કેસમાં દાહોદ કોર્ટે એક વર્ષની સાદી કેદ તેમજ પાંચ લાખ રૂપિયા નો દંડનો હુકમ કરતા દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીમાં અંદરખાને સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.

ગુરુ ગોવિંદ લીમડીના થાણા સંજેલી ગામે રહેતા અને થાણા સંજેલી ગામના પૂર્વ સરપંચ રાજેશભાઈ રમેશભાઈ ડામોરે વર્ષો પહેલા એક વ્યક્તિ પાસેથી રૂપિયા પાંચ લાખ ઉછીના લીધા હતા. આ નાણાંની અવારનવાર ફરિયાદી દ્વારા માંગણી કરવામાં આવતા પરંતુ આરોપી રાજેશભાઈ ડામોર દ્વારા એનકેન પ્રકારે બહાના કાઢી ફરિયાદીને નાણાં આપતો ન હતો ત્યારે તે સમયગાળા દરમિયાન આરોપી રાજેશભાઈ ડામોર દ્વારા પોતાના બેંક ખાતાનો રૂપિયા પાંચ લાખનો ફરિયાદીને આપ્યો હતો. ફરિયાદી દ્વારા આ ચેક પોતાના બેંક ખાતામાં જમા કરાવતા આરોપી રાજેશભાઈ ડામોરના બેંક ખાતામાં નાણાના અભાવે ચેક બાઉન્સ થયો હતો. આ સમગ્ર પ્રકરણમાં ફરિયાદીએ રાજેશભાઈ રમેશભાઈ ડામોર વિરુદ્ધ દાહોદની નામદાર કોર્ટમાં 138 મુજબનો કેસ દાખલ કર્યો હતો ત્યારે આ કેસનો ચુકાદો આજરોજ આવ્યો હતો જેમાં આરોપી રાજેશભાઈ રમેશભાઈ ડામોર ને દાહોદની નામદાર કોર્ટ દ્વારા આરોપી ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાની સાથે સાથે ચેક ની રકમ રૂપિયા પાંચ લાખનો દંડનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ રાજેશભાઈ ડામોર ગત ચૂંટણીમાં સરપંચ તરીકે છુટાયા હતા આ વખતે તેમની પત્ની સરપંચ છે અને તેઓ વહીવટ કરી રહ્યા છે.સાથે સાથે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પદ પર સક્રિય છે.અને જેને પગલે આરોપી રાજેશભાઈ ડામોર વિરુદ્ધ કોર્ટ દ્વારા કાર્યવાહી કરતા દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીમાં ચકચાર સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.

Share This Article